ટ્રેન્ડિંગનેશનલફન કોર્નરબિઝનેસવિશેષ

હર્ષ ગોએન્કાએ ફિલ્મી અંદાજમાં લોકોને સમજાવ્યું બજેટ

Text To Speech

મુંબઈ, 02 ફેબ્રુઆરી : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ લોકસભામાં દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ આવતાંની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું હતું. કેટલાક લોકોએ બજેટ સાથે જોડાયેલા મીમ્સ શેર કર્યા તો ઘણા લોકોએ પોતાની સ્ટાઈલમાં લોકોને બજેટ સમજાવ્યું. આ જ ક્રમમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પણ ફિલ્મી અંદાજમાં લોકોને બજેટ 2024 સમજાવ્યું હતું. આ અંગે ગોએન્કાએ પોતાના X(ટ્વિટર) એકાઉન્ટ દ્વારા ફની અને ફિલ્મી અંદાજમાં સમગ્ર બજેટનો સાર આપ્યો હતો.

હર્ષ ગોયેન્કાએ પોતાની શૈલીમાં લોકોને સમજાવ્યું બજેટ 2024

હર્ષ ગોએન્કાએ X (ટ્વિટર) પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે, #Budget2024, એ એક Fighter છે જે મંદીના Animalને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, તે ગરીબીની સામે Gadar છે, અને તે ભારતના Jawaan ના પક્ષમાં છે. જેથી તે સુનિશ્ચિત કરવામાં આવે કે કોઈ 12th Fail ન થાય. યુવાનો માટે સમાવેશ, શિક્ષણ અને રોજગાર તેમજ લોક કલ્યાણના પગલાં સાથે, આપણા Salaar કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું આ Bahadur કામ.

લોકોએ આ રીતે પ્રતિક્રિયા આપી

ગોએન્કાની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ પોસ્ટને મોટી સંખ્યામાં લોકોએ લાઇક કરી અને અનેક લોકોએ તેના પર કોમેન્ટ કરી. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- તમામ હીટ ફિલ્મો એક લાઇનમાં ખૂબ જ સારી રીતે લખવામાં આવી છે. બીજાએ લખ્યું- લાગે છે કે તમે આ દિવસોમાં ઘણી બધી ફિલ્મો જોઈ રહ્યા છો. કોમેન્ટ કરતી વખતે ત્રીજા વ્યક્તિએ કહ્યું- સર, તમારી આ પોસ્ટ સંપૂર્ણપણે ફિલ્મી છે. જ્યારે ઘણા યુઝર્સે કહ્યું કે બજેટને લઈને અમે નાણામંત્રી પાસેથી આ જ અપેક્ષા રાખી હતી. ફરી એકવાર મધ્યમ વર્ગના લોકોને કશું મળ્યું નહીં.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં નોંધાયું માઈનસ 17.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન

Back to top button