ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં રેડ એલર્ટ પૂર્વે ભારે વરસાદ વરસ્યો, ઈસ્ટ અને વેસ્ટઝોનમાં રાતથી સવાર સુધીના 9 કલાકમાં 10 ઇંચ વરસાદ

Text To Speech

રાજકોટઃ શહેરમાં સોમવારે રાત્રિ સુધીમાં 1 ઈંચ, રાત્રે 10થી સવારે 7 સુધીમાં 10 અને મંગળવારે બપોર સુધીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું હતું

રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. મધરાતે લોકો નિંદ્રાધીન હતા ત્યારે આખી રાત વરસાદ વરસતો રહ્યો અને રાત્રિના 10થી સવારે 7 વાગ્યા સુધીના 9 કલાકમાં ઈસ્ટ ઝોનમાં 10.50 ઈંચ અને વેસ્ટ ઝોનમાં 10 ઈંચ વરસાદ વરસી ગયો હતો.

24 કલાકમાં 13 ઇંચ વરસાદ વરસ્યો

સવારે 7 પછી પણ વરસાદનું જોર જારી રહ્યું હતું, થોડી વાર અટકીને ફરી ધોધમાર વરસતો રહ્યો હતો અને 7થી બપોરે 2 સુધીમાં ઈસ્ટઝોનમાં 3.25 ઈંચ, વેસ્ટઝોનમાં અઢી ઈંચ અને ઈસ્ટઝોનમાં 3 ઈંચ વરસાદ વરસી ગયો હતો. આમ, એકંદરે 11 ઈંચ વરસાદ થયો છે પરંતુ ઈસ્ટઝોનમાં સર્વાધિક ગઈકાલ બપોરથી આજ બપોર સુધીના 24-26 કલાકમાં 13 ઈંચ વરસાદ વરસી ગયો છે.

એરપોર્ટ પાસે આવેલા હવામાન વિભાગમાં આજે સવારે 8.30 સુધીમાં 8 ઈંચ (જેમાં 7 ઈંચ રાત્રિનો વરસાદ છે) અને બપોરે 2 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ રીતે જોવા જઈએ તો રાજકોટમાં 16 કલાકમાં એકંદરે 11થી 12 ઈંચ વરસાદ નોંધાયો છે.

Back to top button