ટ્રેન્ડિંગનેશનલ

ઝારખંડમાં આ શું થઈ રહ્યું છે? ચંપઈ સોરેને શપથ લીધા અને 35 ધારાસભ્યો હૈદરાબાદ જવા રવાના

  • ઝારખંડ મુક્તિ મોરચાના નેતા ચંપઈ સોરેન ઝારખંડના 7મા મુખ્યમંત્રી બન્યા છે, ત્યારે બીજી બાજુ શાસક ગઠબંધનના ધારાસભ્યોને બે દિવસ માટે હૈદરાબાદ ખસેડવામાં આવ્યા છે

રાંચી, 2 ફેબ્રુઆરી: ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ધારાસભ્ય દળના નેતા ચંપઈ સોરેને ઝારખંડના 7મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ રાજભવનના દરબાર હૉલમાં યોજાયો હતો, જ્યાં સોરેનને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દ્વારા પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા છે. સોરેન પછી કોંગ્રેસના નેતા આલમગીર આલમ અને રાષ્ટ્રીય જનતા દળના નેતા સત્યાનંદ ભોક્તાએ મંત્રીપદના શપથ લીધા છે. ત્યારે બીજી બાજુ, શાસક ગઠબંધનના ધારાસભ્યોને બે દિવસ માટે હૈદરાબાદ ખસેડવામાં આવી રહ્યા છે. આ ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેન દ્વારા હૈદરાબાદ જઈ રહ્યા છે.

 

35 ધારાસભ્યો હૈદરાબાદ જવા રવાના

રાંચીમાં સત્તાધારી ગઠબંધનના 35 ધારાસભ્યો હૈદરાબાદ જઈ રહ્યા છે. કેટલાક ધારાસભ્યો હૈદરાબાદ જઈ રહ્યા નથી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય આજે ઝારખંડમાં પ્રવેશી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના કેટલાક ધારાસભ્યો આ યાત્રામાં ભાગ લેશે.

10 દિવસમાં બહુમતી સાબિત કરવી પડશે

અગાઉ, જેએમએમ વિધાનસભ્ય પક્ષના નેતા ચંપઈ સોરેને રાજ્યપાલને વિનંતી કરી હતી કે તેઓ વહેલી તકે સરકાર બનાવવાના તેમના દાવાને સ્વીકારે. ત્યાર બાદ રાજ્યપાલે થોડો સમય માંગી રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનો સમય આપ્યો હતો. ત્યારે આજે ચંપઈ સોરેનને સીએમ પદના શપથ લેવડાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઠાકુરે જણાવ્યું હતું કે, ‘ચંપઈ સોરેનને તેમની સરકારની બહુમતી સાબિત કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે’. કોંગ્રેસ રાજ્યમાં જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધનનો સહયોગી છે. ઝારખંડ સરકાર ગઠબંધનની હોવાથી તેમને 10 દિવસમાં બહુમતી સાબિત કરવાની ફરજ પડી છે. જેના કારણે ઝારખંડમાં ધારાસભ્યોની હૈદરાબાદ લઈ જવામાં આવી રહ્યા છે.

અમારી સરકાર ઝારખંડના તમામ વર્ગો અને સમુદાયો માટે કામ કરશે: ચંપઈ સોરેન

 

‘ઝારખંડ ટાઈગર’ તરીકે ઓળખાય છે ચંપઈ સોરેન

લોકો ચંપઈ સોરેનને ઝારખંડ ટાઈગર તરીકે પણ ઓળખે છે. ચંપાઈએ 1991માં પ્રથમ વખત સરાઈકેલા વિધાનસભા ક્ષેત્રની પેટાચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. સોરેનની જીત મોટી હતી કારણ કે તેમણે JMMના શક્તિશાળી સાંસદ કૃષ્ણા માર્ડીનાં પત્નીને હરાવ્યા હતા. બાદમાં, તેઓ 1995 માં જેએમએમની ટિકિટ પર જીત્યા, પરંતુ 2000 માં ભાજપના અનંતરામ ટુડુ સામે ચૂંટણી હારી ગયા. આ પછી, તેઓ 2005 થી સતત સરાયકેલાથી ધારાસભ્ય છે. 2019માં સોરેને ભાજપના ગણેશ મહાલીને હરાવ્યા હતા.

આ પણ વાંચો: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ધરપકડ વિરુદ્ધની અરજી સાંભળવા ઇનકાર

Back to top button