Paytm FASTag 29 ફેબ્રુઆરી પછી કામ નહીં કરે, તેને બંધ કરવા માટે શું કરવું?
અમદાવાદ, 02 ફેબ્રુઆરી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં જ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) ને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A હેઠળ નવા ગ્રાહકો ન ઉમેરવાનો નિર્દેશ કર્યો હતો. એટલું જ નહીં, આરબીઆઈના પરિપત્ર મુજબ, 29 ફેબ્રુઆરી, 2024 પછી Paytm પેમેન્ટ્સ બેંકમાંથી કોઈપણ ગ્રાહકના ખાતા, પ્રીપેડ કાર્ડ, વોલેટ, ફાસ્ટેગ, એનસીએમસી કાર્ડ વગેરેમાં જમા, વ્યવહાર, ટોપ-અપ અથવા ઉપાડની મંજૂરી આપવામાં નહીં આવે. આવી સ્થિતિમાં, મોટો સવાલ એ થાય છે કે શું 29 ફેબ્રુઆરી પછી પેટીએમ ફાસ્ટેગ કામ કરવાનું બંધ કરી દેશે? જો Paytm ફાસ્ટેગ બંધ થાય તો તમારી પાસે બીજો કયો વિકલ્પ હશે?
જો તમારી પાસે Paytm FASTag હોય તો શું કરવું?
સોશિયલ મીડિયા X(ટ્વીટર) પર પેટીએમએ એક પોસ્ટ કરીને લખ્યું છે કે ભારતમાં FASTagની સૌથી વધુ સેવા Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા આપવામાં આવે છે. Paytm દ્વારા 300 થી વધુ શહેરોમાં લાખોની લેવડ- દેવડ સાથે ટોલની ચૂકવણી કરવામાં આવે છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે RBIના આદેશ બાદ Paytm બેંક દ્વારા જારી કરાયેલા પ્રીપેડ ડિવાઇસ, ફાસ્ટેગ, NCMC ટ્રાન્ઝિટ કાર્ડ વગેરેનું શું થશે? આ ઉપકરણોમાં ઉપલબ્ધ બેલેન્સને કોઈ પણ પ્રતિબંધ વગર તેનો ઉપયોગ, ઉપાડ અથવા સ્થાનાંતરિત કરી શકશે.પરંતુ, આ ખાતાઓમાં ટોપ અપ અથવા આગળની ક્રેડિટની માન્યતા માત્ર 29 ફેબ્રુઆરી, 2024 સુધી જ છે. ત્યારબાદ આ સુવિધા બંધ થઈ જશે. Paytmના જણાવ્યા અનુસાર, તેના ફાસ્ટેગ યુઝર્સને અન્ય બેંક સાથે લિંક કરવા માટે તે અન્ય બેંકો સાથે વાતચીત કરી રહી છે.
Paytm ફાસ્ટેગ આ રીતે બંધ કરવું
સ્ટેપ-1: તમારા FASTag એકાઉન્ટ સાથે નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને Paytm એપ્લિકેશનમાં લોગ ઇન કરો.
સ્ટેપ-2: ‘સર્ચ બાર’માં, ‘FASTag’ ટાઈપ કરો અને ‘Service’ વિભાગ હેઠળ મેનેજ ‘FASTag’ પર ક્લિક કરો.
સ્ટેપ-3: તમને તમારા Paytm નંબર સાથે લિંક કરેલા તમામ સક્રિય FASTag એકાઉન્ટ્સને સ્ક્રીન પર દર્શાવવમાં આવશે.
સ્ટેપ-4: પેજ નીચે સ્ક્રોલ કરો અને ‘હેલ્પ એન્ડ સપોર્ટ’ વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપ-5: તમને FASTag હેલ્પ એન્ડ સપોર્ટ સ્ક્રીન પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
સ્ટેપ-6: Need help with non-order related queries? પર ટેપ કરો.
સ્ટેપ-7: ‘FASTag પ્રોફાઇલ અપડેટ કરવા સંબંધિત પ્રશ્નોનો’ વિકલ્પ પસંદ કરો
સ્ટેપ-8: ‘હું મારા ફાસ્ટેગને બંધ કરવા માંગુ છું’ વિકલ્પ પસંદ કરો અને ત્યાં દર્શાવેલ સ્ટેપ્સને અનુસરો.
Paytm ની વેબસાઇટ અનુસાર, Paytm ગ્રાહકો ટોલ ફ્રી નંબર, 1800-120-4210 પર પણ કૉલ કરી શકે છે અને વાહન નોંધણી નંબર (VRN) અથવા ટેગ ID કે જેના પર FASTag નોંધાયેલા છે તેની સાથે તેમના મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરીને આ સેવા બંધ કરવી શકે છે. ત્યારબાદ, FASTag બંધ થવાની પુષ્ટિ કરવા માટે Paytm ગ્રાહક સપોર્ટ એજન્ટ દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે. એકવાર તમે તમારું Paytm ફાસ્ટેગ બંધ કરી લો, પછી તમે નવા સર્વિસ પ્રોવાઇડર પાસેથી નવું ફાસ્ટેગ મેળવી શકો છો.
આ પણ વાંચો : Paytm દ્વારા અન્ય બેંકો સાથે ભાગીદારીને વેગ આપવાનો પ્રયાસ : CEO વિજય શેખર શર્મા