ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

સુશાંતની ટેવના કારણે ગાંજા-ચરસના ઓર્ડર આપતી હતી રિયા- NCBનો દાવો, ચાર્જશીટમાં ભાઈ શૌવિકનું પણ નામ

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે દાખલ આરોપ પત્રના ડ્રાફ્ટમાં દાવો કર્યો છે કે અભિનેત્રી રિયા ચક્રવર્તીને પોતાના સાથી કલાકારો, ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત અનેક લોકો પાસેથી ગાંજો મળતો હતો, જેને તે સુશાંતસિંહ રાજપૂતને આપતી હતી.

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે NCBએ 35 આરોપીઓ વિરુદ્ધ ગત મહિને NDPS એક્ટ હેઠળ ડ્રાફ્ટ કોર્ટમાં દાખલ કર્યો છે. આરોપોના ડ્રાફ્ટ મુજબ 2020 માર્ચથી લઈને તે વર્ષના ડિસેમ્બર સુધી તમામ આરોપિત ગુનાકિય ષડયંત્રનો ભાગ હતા. આ તમામે તે સમયગાળામાં હાઈ સોસાયટી અને બોલિવૂડને કોઈપણ જાતના કાયદેસરના લાયસન્સ વગર ડ્રગ્સ વેચ્યા હતા.

વાંચોઃ સુશાંતસિંહ રાજપૂતની બીજી પુણ્યતિથિ પર બહેન શ્વેતા સિંહ કીર્તિએ લખી ઈમોશનલ નોટ

Rhea Chakraborty arrives at Santacruz police station
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે NCBએ 35 આરોપીઓ વિરુદ્ધ ગત મહિને NDPS એક્ટ હેઠળ ડ્રાફ્ટ કોર્ટમાં દાખલ કર્યો છે

સુશાંતની મદદથી ડ્રગ્સના પૈસા ચુકવતી હતી રિયા
આરોપ પત્રના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે આરોપી નંબર 10 રિયા ચક્રવર્તીને ગાંજાના અનેક પેકેટ્સ સેમ્યુઅલ મિરિંડા, દીપેશ સાવંત સહિત અન્ય લોકો પાસેથી મળતા હતા. રિયાએ તેની ચુકવણી અભિનેતા સુશાંત અને ભાઈની મદદથી કર્યા હતા. ડ્રાફ્ટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે રિયાનો ભાઈ શૌવિક રેગ્યુલર ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો. હશીશ કે ચરસના ઓર્ડર આપવામાં આવતા હતા અને આ તમામ ડ્રગ્સ સુશાંતને આપવામાં આવતા હતા.

rhea chakraborty
ડ્રાફ્ટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે રિયાનો ભાઈ શૌવિક રેગ્યુલર ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો
Back to top button