ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ડ્રોન ડીલ 16 ગણી વિમાન વૃદ્ધિ સાથે ભારતને મજબૂત દરિયાઈ સુરક્ષા પ્રદાન કરશે: અમેરિકા

Text To Speech
  • US પ્રવક્તાએ MQ-9B રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટના વેચાણને મળેલી મંજૂરી પર આપ્યું નિવેદન

વોશિંગ્ટન DC, 2 ફેબ્રુઆરી: US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે ભારતમાં MQ-9B રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટના વિદેશી લશ્કરી વેચાણને તાજેતરમાં મળેલી મંજૂરી પર નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, “ લગભગ 4 બિલિયન US ડોલરની ભારતની ડીલએ 31 અત્યાધુનિક MQ-9B સ્કાય ગાર્ડિયન ડ્રોન્સના પ્રાપ્તિનો માર્ગ મોકળો કરશે. એટલું જ નહીં, ભારતની સંરક્ષણ ક્ષમતાઓ પણ એરક્રાફ્ટની સંખ્યામાં 16 ગણો વધારો સુનિશ્ચિત કરશે, જે વર્તમાન લીઝ કરારની બહાર ભારતની દરિયાઈ સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરે છે.”

 

US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ  ડીલ વિશે શું જણાવ્યું ?

મેથ્યુ મિલરે જણાવ્યું કે, “હું સમય આપી શકતો નથી. આ એક પ્રારંભિક પગલું હતું. ડિલિવરીના ચોક્કસ સમય અંગે કોંગ્રેસ(US સંસદ)ને સૂચિત કરવું એવી પ્રક્રિયા છે જે અમે આગામી મહિનાઓમાં ભારત સરકાર સાથે મળી ચર્ચા-વિચારણા કરીશું.” આ ડીલના મહત્ત્વ અંગે મિલરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “31 MQ-9B સ્કાય ગાર્ડિયન એરક્રાફ્ટનું લગભગ 4 બિલિયન ડોલરમાં વેચાણએ ભારતને ઉન્નત દરિયાઈ સુરક્ષા અને મેરીટાઇમ ડોમેન જાગૃતિ ક્ષમતા પ્રદાન કરશે. તે ભારતને સંપૂર્ણ માલિકી અને તેમની વર્તમાન લીઝની તુલનામાં વિમાનોની સંખ્યામાં 16 ગણી વૃદ્ધિ પ્રદાન કરશે.”

આ ડીલ યુએસ-ભારતના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ

બાઈડન વહીવટીતંત્રે આજે યુ.એસ. કોંગ્રેસને લગભગ 4 અબજ ડોલરના મૂલ્યના શસ્ત્રો વેચવાના ઇરાદાની સૂચના આપી છે, જેમાં મુખ્યત્વે હેલફાયર મિસાઇલોથી સજ્જ MQ-9B ડ્રોનનો સમાવેશ થાય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની એક એજન્સી એવી ડિફેન્સ સિક્યોરિટી કોઓપરેશન એજન્સીએ ગુરુવારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “આ ડીલ યુએસ અને ભારતના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરશે.”

આ પણ જુઓ: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું અકાળ મૃત્યુ

Back to top button