અરવિંદ કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય, સમન્સને ગણાવ્યું ગેર કાનુની
નવી દિલ્હી, 02 જાન્યુઆરી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય. આ પાંચમી વખત છે જ્યારે કેજરીવાલે EDના સમન્સની અવગણના કરી છે. આમ આદમી પાર્ટીએ આ સંદર્ભમાં એક નિવેદન જારી કરીને કહ્યું કે EDનું સમન્સ ગેરકાયદેસર છે જો તેઓ કાયદાકીય રીતે યોગ્ય સમન્સ મોકલશે તો અમે તેને સ્વીકારીશું અથવા જવાબ આપીશું. તેમજ, ED સમન્સ પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ‘મોદીજીનો ઉદ્દેશ્ય કેજરીવાલની ધરપકડ કરવાનો છે અને આમ કરીને તેઓ દિલ્હી સરકારને પછાડવા માગે છે. અમે આવું ક્યારેય નહીં થવા દઈએ’
અગાઉ ચાર વખત સમન્સની અવગણના કરી
અગાઉ, EDએ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. ED દ્વારા સતત સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે. ED તેને પૂછપરછના બહાને બોલાવીને તેની ધરપકડ કરવા માંગે છે. AAPનું કહેવું છે કે જો ED પૂછપરછ કરવા માંગે છે, તો તે તેના પ્રશ્નો લખીને કેજરીવાલને મોકલી શકે છે.
ઉદ્દેશ્ય પૂછપરછ કરવાનો નથી, ધરપકડ કરવાનો છેઃ કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યા કે લોકસભા ચૂંટણી પહેલા જ તેમને શા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. તપાસ તો બે વર્ષથી ચાલી રહી છે તો લોકસભા ચૂંટણી પહેલા જ કેમ બોલાવવામાં આવી રહ્યા છે? સીબીઆઈએ 8 મહિના પહેલા મને બોલાવ્યો હતો. હું પણ ગયો હતો અને જવાબો પણ આપ્યા હતા. હવે જ્યારે મને લોકસભાની ચૂંટણી પહેલા બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે તેનો ઉદ્દેશ્ય મારી પૂછપરછ કરવાનો નથી. તે લોકો મને બોલાવીને મારી ધરપકડ કરવા માંગે છે. જેથી હું પ્રચાર ન કરી શકું. નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે ભાજપ ED અને CBIનો ઉપયોગ કરી રહી છે.
ED પાસે અન્ય કયા વિકલ્પો છે?
જો સીએમ કેજરીવાલ હાજર ન થાય તો EDના અધિકારીઓ તેમના ઘરે જઈને તેની પૂછપરછ કરી શકે છે. જો નક્કર પુરાવા હોય અથવા પ્રશ્નોના સંતોષકારક જવાબો ન મળે તો ધરપકડ પણ થઈ શકે છે
આ પણ વાંચો : ભારત-માલદીવ વચ્ચે આજે ભારતીય સૈન્યની હાજરી અંગે બીજી કોર ગ્રુપની બેઠક