વર્લ્ડ

એલન મસ્કને ફરી લાગ્યો ઝટકો, સ્પેસપ્રોજેક્ટમાં પણ નુકસાન

દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્ક અવાર નવાર કોઈને કોઈ બાબતે હેડલાઈન્સમાં રહે છે ત્યારે ફરી એક વાર એલન મસ્કના સમાચારોમાં છે. મસ્કના સ્પેસએક્સ પ્રોજેક્ટને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ટેક્સાસમાં ટેસ્ટિંગ દરમિયાન બૂસ્ટર રોકેટ બ્લાસ્ટ સાથે ફાટી ગયું છે. સદનસીબે બ્લાસ્ટમાં કોઈ જાનહાની થઈ નથી. આ રોકેટનો ઉપયોગ આ વર્ષના અંતમાં થનારી મિશન માટે થવાનું હતું. આ પ્રોજેક્ટ એલન મસ્કનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ઘટના પર એલન મસ્કે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, હકીકતમાં આ સારૂ નથી થયું. ટીમ નુકસાનનું વિવરણ કરી રહી છે.

ટ્વિટરે એલન મસ્કને આપ્યો મોટો ઝટકો

તો બીજી તરફ ટ્વિટરે મસ્ક વિરુદ્ધ ફરિયાદ કરતા કેસ કર્યો છે. મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 અબજ ડોલરની ડીલ રદ કરી દીધી છે. એલન મસ્કના આ પગલા બાદ ટ્વિટરે જાહેરાત કરી હતી કે તે ટેસ્લાના સીઈઓ પર કેસ કરવા જઈ રહ્યા છે. ટ્વિટરના અધ્યક્ષ બ્રેટ ટેલરે એક ટ્વિટમાં કહ્યું હતું કે, બોર્ડ મસ્કની સાથે સહમત કિંમત અને શરતો પર લેવડદેવડ બંધ કરવા માટે કટિબદ્ધ છે અને વિલય કરારને લાગૂ કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરવાનો પ્લાન બનાવી રહી છે.

એક રિપોર્ટના અહેવાલ મુજબ ટ્વિટર તરફથી કહેવાયુ છે કે મસ્કે કરાર ખતમ કરવાનો પ્રયત્ન અમાન્ય છે. કારણ કે મિસ્ટર મસ્ક અને તેમના અન્ય સહયોગીઓએ જાણી જોઈને કરારનું ઉલ્લંઘન કર્યું છે.

Back to top button