ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Budget 2024: રેવડી નહીં, રિયાલિટી? 300 યુનિટ મફત વીજળી, સાથે કમાણી પણ!

Text To Speech

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી: વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી યોજનાઓ અને નવી સુવિધાઓના વિકાસની જાહેરાત કરી હતી. નાણા મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે દેશને વીજળીમાં વધુ આત્મનિર્ભર બનાવવા માટે એક કરોડ ઘરોને 300 યુનિટ સૌર વીજળી મફતમાં આપવામાં આવશે. સર્વોદય યોજના હેઠળ લગભગ એક કરોડ ઘરોમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાવાશે. જેનો લાભ સીધો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળશે. આનાથી તેમનું વીજળીનું બિલ પણ ઘટશે. નાણા મંત્રીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ સૌર ઊર્જાનો ઉપયોગ કરવા અને તેને વધુ વધારવા મક્કમ છે.

15 થી 18 હજાર રૂપિયાની કમાણી થશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે વિતરણ કંપનીઓને મફત સૌર ઊર્જા અને વધારાની શક્તિ વેચીને પરિવારો દર વર્ષે 15 થી 18 હજાર રૂપિયા કમાશે. આ ઉપરાંત તેની મદદથી ઈલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ પણ કરી શકાય છે. તેમણે કહ્યું કે છત પર સોલાર પેનલ લગાવવા માટે મોટી સંખ્યામાં વિક્રેતાઓની જરૂર પડશે. આવી સ્થિતિમાં, વ્યવસાય શરૂ કરનારાઓ માટે આ એક સારી તક ઊભી થશે. નાણામંત્રીએ કહ્યું કે ઉત્પાદન, સ્થાપન અને જાળવણીમાં તકનીકી કુશળતા ધરાવતા યુવાનો માટે રોજગારી મેળવવાનો સારો મોકો છે.

ઊર્જા ક્ષેત્રે દેશ વધુ આત્મનિર્ભર બનશે: PM મોદી

હાલમાં જ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે કે, ભારતના દરેક ઘરની છત પર પોતાની સોલાર રૂફ ટોપ સિસ્ટમ હોવી જોઈએ. અયોધ્યાથી પાછા ફર્યા પછી મેં જે પહેલો નિર્ણય લીધો હતો કે અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ શરૂ કરશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો થશે એટલું જ નહીં, ભારત ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે. ત્યારે બજેટ 2024માં એક કરોડ ઘરોને 300 યુનિટ સૌર વીજળી મેળવવાની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીએ શું પ્રતિભાવ આપ્યા વચગાળાના બજેટ વિશે?

Back to top button