ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજારને ખાસ પસંદ ન આવ્યું નાણામંત્રીનું વચગાળાનું બજેટ

  • દેશનું બજેટ તેની અર્થવ્યવસ્થા, શેરબજારો અને વ્યાજ દરોને પર કરે છે અસર
  • આજે એટલે કે બજેટના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી સપાટ ખુલ્યા હતા

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: આજના બજેટના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી સપાટ ખુલ્યા હતા, જેમાં સેન્સેક્સ 63.63 પોઈન્ટ અથવા 0.09% વધીને 71,815.74 પર અને નિફ્ટી 24.20 પોઈન્ટ અથવા 0.11% વધીને 21,749.90 પર હતા. જેમાં હાલ સન્સેક્સ 141 પોઈન્ટના ઘટાડા સાથે 71674 તો નિફ્ટી 29 પોઈન્ટના ઘટાડા સાથે 21720 પર નોંધાયું છે. સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણની શરૂઆતમાં સેન્સેક્સ 72,034 અને  નિફ્ટી 21,797 પર નોંધાયા હતા. જે ભાષણના અંતે ઘટીને સેન્સેક્સ 71,826 અને નિફ્ટી 21,728 પર નોંધાયા હતા. ભાષણના અંતે 12 વાગ્યાના સમયગાળા આસપાસ સેન્સેક્સ 71,713 પર નોંધાયો હતો જ્યારે નિફ્ટીમાં પણ ઘટાડો થતા 21,708 પર રહ્યું હતું.

કોઈ પણ દેશનું બજેટ તેની અર્થવ્યવસ્થા, શેરબજારો અને વ્યાજ દરોને અસર કરે છે. બજેટ જીડીપી વૃદ્ધિ, રાજકોષીય ખાધ વિગેરે માટે સરકારના લક્ષ્યોની રૂપરેખા દર્શાવે છે. રોકાણકારો આ લક્ષ્યોને સાઇનપોસ્ટ તરીકે માને છે, જે ભવિષ્યના આર્થિક લેન્ડસ્કેપમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની બજેટ ભાષણ દરમિયાન શેર બજારની પરિસ્થિતિ  

સવારે 10 વાગ્યે સેન્સેક્સ 111.54 પોઈન્ટ અથવા 0.16% વધીને 71,863.65 પર અને નિફ્ટી 26.10 પોઈન્ટ અથવા 0.12% વધીને 21,751.80 પર હતો. સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની બજેટ ભાષણની શરૂઆતમાં સવારે 11 વાગ્યે સેન્સેક્સ 282.41 પોઈન્ટ અથવા 0.39% વધીને 72,034.52 પર અને નિફ્ટી 71.50 પોઈન્ટ અથવા 0.33% વધીને 21,797.20 પર થયો હતો. જે ધીમે ધીમે ભાષણ આગળ વધતાની સાથે ડાઉન થવા લાગ્યું હતું અને નાણામંત્રીના બજેટના ભાષણને અંતે આ ગ્રાફ ઘટીને બપોરે 12 વાગ્યે સેન્સેક્સ 73.99 પોઈન્ટ અથવા 0.10% વધીને 71,826.10 પર અને નિફ્ટી 2.50 પોઈન્ટ અથવા 0.01% વધીને 21,728.20 પર હતો.

2023ના કેન્દ્રીય બજેટના સમયે શેરબજારની સ્થિતિ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ 2023 રજૂ કર્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે, સમાજના તમામ વર્ગોના લાભ માટે મજબૂત જાહેર નાણાકીય અને મજબૂત નાણાકીય ક્ષેત્રનો ઉદ્દેશ્ય છે. ઇન્ટ્રાડે ટ્રેડમાં BSE સેન્સેક્સ 1100 પૉઇન્ટથી વધુ ગગનચુંબી જતાં બજાર અત્યંત અસ્થિર રહ્યું હતું. BSE સેન્સેક્સ 158.18 પોઈન્ટ વધીને 59,708.08 પર બંધ થયો અને નિફ્ટી 50 45.85 પોઈન્ટ ઘટીને 17,616.30 પર બંધ થયો હતો

2022ના કેન્દ્રીય બજેટના સમયે શેરબજારની સ્થિતિ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, બજેટ 2022-23 આર્થિક વૃદ્ધિનો પાયો નાખશે કારણ કે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા રોગચાળાથી પ્રેરિત મંદીમાંથી બહાર આવી છે. BSE સેન્સેક્સ 849.40 પોઈન્ટ વધીને 58,862.57 પર અને NSE નિફ્ટી 237 પોઈન્ટ વધીને 17,576.85 પર થયું હતું.

આ પણ જુઓ : Budget 2024 LIVE: રેલવે સ્ટૉક્સના શેરમાં જબરદસ્ત ઉછાળો, આ શેયર્સમાં દેખાઈ તેજી

Back to top button