કૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

LIVE BUDGET 2024 : જાણો બજેટમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને શું મળ્યું

Text To Speech

બજેટ 2024, 01 ફેબ્રુઆરી : નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સવારે 11 વાગ્યે બજેટ 2024ની શરૂઆત કરી હતી. નાણામંત્રી દ્વારા બજેટમાં સરકારની સિદ્ધિઓની ગણાવતા કહ્યું કે, સરકાર યુવાનો, ખેડૂતો અને મહિલાઓ તેમજ સામાન્ય જનતા માટે સતત કામ કરી રહી છે. 2047 સુધીમાં આપણે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.

બજેટ 2024- humdekhengenews

 

આ ઉપરાંત, સરકારની ડીબીએલ યોજના સરકારી ભંડોળના લીકેજને રોકવામાં સંપૂર્ણ રીતે સફળ રહી છે. જેથી સરકાર દ્વારા લગભગ 34 લાખ કરોડ રૂપિયા સીધા સામાન્ય જનતાને મોકલવામાં આવ્યા છે.

બજેટ 2024- humdekhengenews

બજેટના મુખ્ય મુદ્દાઓ :

પીએમ સ્વનિધિ દ્વારા 18 લાખ વિક્રેતાઓને મદદ કરવામાં આવી છે.

કિસાન સન્માન નિધિ અને પીએમ ફસલ યોજના દ્વારા અન્નદાતાને આર્થિક રીતે મજબૂત બનાવવામાં આવ્યા હતા. 11.8 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો લાભ મળી રહ્યો છે.

દેશમાં 3000 નવી ITI ખોલવામાં આવી.

1.40 કરોડ યુવાનોને સ્કિલ ઈન્ડિયાની તાલીમ આપવામાં આવી છે.

15 નવી AIIMS અને 390 નવી યુનિવર્સિટીઓ બનાવવામાં આવી છે.

સામાન્ય માણસની આવકમાં 50 ટકાનો વધારો થયો છે.

પીએમ આવાસ યોજનાના કારણે 70 ટકા મહિલાઓ ઘરમાલિક બની છે.

સરકારે અત્યાર સુધીમાં 3 કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. આ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં વધુ 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની ભાગીદારીમાં 28 ટકાનો વધારો થયો છે.

1361 નવા બજારો ઉમેરાયા છે.

દેશમાં એરપોર્ટની સંખ્યા વધીને 149 થઈ ગઈ છે. ટાયર 2 અને ટાયર 3 પર ખાસ ફોકસ છે.

નમો ભારત અને મેટ્રો ટ્રેન પર ફોકસ રહેશે.

દેશમાં નવી મેડિકલ સ્કૂલો ખોલવામાં આવશે.

પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ ઘરોમાં સોલાર  લગાવવામાં આવશે.

એનર્જી, મિનરલ્સ અને સિમેન્ટ માટે ત્રણ નવા કોરિડોર શરૂ કરવામાં આવશે.

કોલ ગેસિફિકેશન દ્વારા કુદરતી ગેસની આયાતમાં ઘટાડો કરવામાં આવશે.

આ પણ વાંચો : Budget 2024 LIVE : 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા: નાણામંત્રી

Back to top button