- આ સત્ર દરમિયાન 10 જેટલા વિધેયકો-સુધારા વિધેયકો સરકાર લાવશે
- રામમંદિર અંગે સરકાર પાંચમીએ ઠરાવ લાવશે
- પંદરમી વિધાનસભાનું બીજું અંદાજપત્ર સત્ર આજથી શરૂ થશે
નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજીવાર ગુજરાત સરકાર તરફથી વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરશે. જેમાં આજથી શરૂ થતું ગુજરાત વિધાનસભાનું સત્ર લોકસભાની ચૂંટણીગ્રસ્ત બની રહેશે. શુક્રવારે ગુજરાત સરકારનું નવા નાણાકીય વર્ષનું બજેટ આવશે. તેમાં રામમંદિર અંગે સરકાર પાંચમીએ ઠરાવ લાવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં વધતા જતા કૌટુંબિક ઝઘડાના કેસોનો ઝડપી નિવારણ થશે, સરકારે કરી વ્યવસ્થા
પંદરમી વિધાનસભાનું બીજું અંદાજપત્ર સત્ર આજથી શરૂ થશે
પંદરમી વિધાનસભાનું બીજું અંદાજપત્ર સત્ર આજથી શરૂ થશે, જે આખો ફેબ્રુઆરી મહિનો ચાલશે. સંખ્યાબળની દ્રષ્ટિએ સત્તાધારી પક્ષ ભાજપ પાસે 88 ટકા સ્ટ્રેન્થ હોઈ લોકસભાની ચૂંટણી વેળાએ સ્વાભાવિક રીતે જ વિધાનગૃહમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમના સભ્યો ઓછા થવાના ડરથી સતત દબાણમાં રહેશે. પરિણામે વિપક્ષી તેવર જોવા નહીં મળે, બીજી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજીવાર ગુજરાત સરકાર તરફથી વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરશે. રાજ્યની સ્થાપના પછી લોકસભાની ચૂંટણીના વર્ષમાં પહેલીવાર રાજ્ય સરકાર વોટ ઓન એકાઉન્ટને બદલે પૂર્ણકદનું રેગ્યુલર બજેટ રજૂ કરનારી છે.
આ પણ વાંચો: અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો
આ સત્ર દરમિયાન 10 જેટલા વિધેયકો-સુધારા વિધેયકો સરકાર લાવશે
ગવર્નર દેવવ્રત આચાર્ય આજે 12 ક્લાકના ટકોરે સભાગૃહમાં આવી પ્રવચન સભ્યો સમક્ષ વાંચી સંભળાવશે. ગૃહના કામકાજની યાદીમાં એકમાત્ર બિલ-ગુજરાત ગણોત વહીવટ અને ખેતી જમીન કાયદા (સુધારી) વિધેયક-2024નો જ ઉલ્લેખ થયો છે, પરંતુ ફેબ્રુઆરીના કુલ 21 દિવસ ચાલનારા આ સત્ર દરમિયાન 10 જેટલા વિધેયકો-સુધારા વિધેયકો સરકાર લાવશે. કોંગ્રેસ સહિત સભ્યોની રજૂઆતને પગલે બુધવારે યોજાયેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં સત્ર દરમિયાન તમામ શનિવારે રજા રાખવાનો નિર્ણય લેવાયો છે, જેને પગલે 6,8,13 અને 20 એમ ચાર તારીખોએ ડબલ બેઠકો યોજાશે.