ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હેમંત સોરનની છેવટે ED દ્વારા ધરપકડ, ઝારખંડમાં હાલ બંધારણીય કટોકટી જેવી સ્થિતિ

Text To Speech
  • ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને ED દ્વારા લાંબી પૂછપરછ બાદ ધરપકડ, સોરેનના જવાબથી ED સંતુષ્ટ નહોતું અને તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે

રાંચી, 31 જાન્યુઆરી: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની લાંબી પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેઓ EDની કસ્ટડીમાં રાજભવન ગયા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું. બુધવારે EDએ હેમંત સોરેનની અનેક કલાકો સુધી પૂછપરછ કરી હતી. સોરેનના જવાબથી અસંતુષ્ટ, ED અધિકારીઓએ પહેલા તેમની અટકાયત કરી અને બાદમાં સત્તાવાર રીતે ધરપકડ કરી છે.

ધરપકડની તલવાર પહેલેથી જ લટકતી હતી

ડીજીપી અને આઈજીના મુખ્યમંત્રી આવાસ પર આગમન બાદ હંગામો વધી ગયો હતો, ત્યારબાદ મુખ્યમંત્રીની ધરપકડની અટકળો શરૂ થઈ ગઈ હતી. અગાઉ, ED અધિકારીઓએ બુધવારે ભારે સુરક્ષા કવચ વચ્ચે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની તેમના નિવાસસ્થાને પૂછપરછ શરૂ કરી હતી. ED દ્વારા હેમંત સોરેનની સીએમ હાઉસમાં કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે હવે તેમની ED દ્વારા સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે.

ઝારખંડમાં હાલ બંધારણીય કટોકટી જેવી સ્થિતિ

દરમિયાન, એક તરફ હેમંત સોરેને રાજીનામું આપી દીધું છે અને તેમના સ્થાને ચંપાઈ સોરેનને મુખ્યપ્રધાન બનાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે, પરંતુ રાજ્યપાલે હજુ સુધી ચંપાઈ સોરેનને શપથ લેવા માટેનો સમય આપ્યો નથી. આ સ્થિતિ એક રીતે બંધારણીય કટોકટી જેવી છે. ઝારખંડમાં હાલ આજની રાત્રે અર્થાત 31 જાન્યુઆરીની રાત્રે મોડે સુધી કોઈ નિયુક્ત મુખ્યપ્રધાન નથી અને તેથી નિષ્ણાતો આ સ્થિતિને બંધારણીય કટોકટીની સ્થિતિ માને છે. શક્ય છે મોડી રાત્રે રાજ્યપાલ દ્વારા ચંપાઈ સોરેનને મુખ્યપ્રધાનપદે નિયુક્ત કરવાની મંજૂરી આપે અને આવતીકાલે તેમને શપથ માટે નિમંત્રણ આપે, પરંતુ ત્યાં સુધી ઝારખંડ હાલના તબક્કે મુખ્યપ્રધાન વિનાનું રાજ્ય છે.

આ પણ વાંચો: Breaking News: હેમંત સોરેને રાજીનામું આપ્યું, ચંપાઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે

Back to top button