સ્મૃતિ ઈરાનીએ કાર્યકર્તાના ઘરે બધાના ટેસ્ટ મુજબની બનાવી ચા, જુઓ વીડિયો
છત્તીસગઢ, 31 જાન્યુઆરી : ચૂંટણીના માહોલમાં નેતાઓનાં ધારદાર નિવેદનો અને કટાક્ષ વચ્ચે છત્તીસગઢના બસ્તરમાંથી એક વીડિયો આવ્યો છે જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એક કાર્યકરના ઘરે ચા બનાવતાં જોવા મળ્યાં છે. એક કાર્યકર્તાના ઘરે સ્મૃતિ ઈરાની રસોડામાં ગયાં અને અન્ય લોકોની સાથે મળીને બધાના ટેસ્ટ મુજબની ચા બનાવતો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ ત્યાં રસોડામાં હાજર મહિલાઓ સાથે મજાક મસ્તી પણ કરી હતી.
રસોડામાં ચા પીતી કરી મહિલાઓ સાથે કરી મસ્તી મજાક
જ્યારે સ્મૃતિ ઈરાની છત્તીસગઢના બસ્તરના કોંડાગાંવમાં એક સામાન્ય કાર્યકરના ઘરે ચા બનાવતી વખતે ત્યાં રસોડામાં હાજર મહિલાઓ સાથે સાસુ અને વહુની મજાક કરતાં જોવા મળ્યાં હતાં. આટલું જ નહીં, આ દરમિયાન વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે કેન્દ્રીય મંત્રી રસોડામાં અલગ-અલગ લોકોના હિસાબે ઓછી ખાંડ, વધુ ખાંડ અને ઓછા દૂધની ચા બનાવી રહ્યા છે અને તેને કપમાં ગાળીને પણ આપી રહ્યાં છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો આજે બસ્તરના કોંડાગાંવ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમ સંદર્ભે પ્રવાસ હતો.
સ્મૃતિ ઈરાનીની કોંડાગાંવની મુલાકાતનો કાર્યક્રમ
બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે સવારે 8.50 વાગ્યે રાયપુર એરપોર્ટ પર પહોંચ્યાં, ત્યારબાદ તેઓ રાયપુર એરપોર્ટથી કેશકાલ જવા રવાના થયા હતાં. કેશકાલ બાદ સ્મૃતિ ઈરાની ફરસગાંવ અને કોંડાગાંવમાં તેનો રોડ શો યોજ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કોંડાગાંવમાં બપોરે 1.15 કલાકે સામાન્ય સભાને સંબોધી હતી. તે પછી તેને કટઘોરામાં 4:15 કલાકે જાહેર સભાને સંબોધી અને કોરબામાં 6:30 કલાકે જાહેર સભાને સંબોધશે. આ પછી તે કોરબામાં જ રાત રોકાશે.
આ પણ વાંચો : EDના 4 સમન્સ નકાર્યા બાદ દિલ્હી CMને મળ્યું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું 5મું સમન્સ