ICC Men’s Test Batting Ranking : ટોપ 10માં માત્ર એક ભારતીય બેટ્સમેન
ICC Men’s Test Batting Ranking 31 જાન્યુઆરી : ICC એ બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યરને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.
ભારતીય બેટ્સમેનનું પ્રદર્શન રહ્યું નબળું
ભારત અને ઈંગલેન્ડ વચ્ચે હાલમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આગામી ટેસ્ટ ભારત અને ઈંગલેન્ડ વચ્ચે 2 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે.
ખરાબ પ્રદર્શનનો ભોગ બનવું પડ્યું
ભારતના શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યરને આ રેન્કિંગમાં ખરાબ પ્રદર્શનનું ભોગ બનવું પડ્યું હતું. જેમાં આ ખેલાડીઓ ખરાબ પ્રદર્શનથી ઝઝૂમી રહ્યા છે. આ ખરાબ પ્રદર્શનને લઈને આ ખેલાડીંઓના રેન્કિંગમાં પણ ઘટાડો થયો છે.
ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10 માં એક ભારતીય
ICC એ જાહેર કરેલી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માં માત્ર એક ભારતીય બેટ્સમેન જેમાં વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. તેના 767 રેટિંગ પોઈન્ટ છે.
શ્રેયસ અય્યર છઠ્ઠા સ્થાનથી નીચે 48મા સ્થાને આવી ગયો
હાલમાં ICC દ્વારા જાહેર કરવામાં આવેલ ટેસ્ટ રેન્કિંગમાં શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યરના ખરાબ પ્રદર્શનના કારણે શ્રેયસ અય્યરએ છઠ્ઠા સ્થાનથી 48મા સ્થાને છે જેને ટેસ્ટ રેન્કિંગમાં 533 રેટિંગ પોઈન્ટ છે. અને શુભમન ગિલએ 52માં સ્થાને પહોંચી ગયો જેને ટેસ્ટ રેન્કિંગમાં 509 રેટિંગ પોઈન્ટ છે.
ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં કેવું રહ્યું બે ખેલાડીઓનું પ્રદર્શન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમનારી પ્રથમ ટેસ્ટમાં શુભમન ગિલએ મેચમાં 35 રન અને બીજા દાવમાં 13 રન બનાવ્યા હતા તેમજ શ્રેયસ ઐય્યરએ પ્રથમ દાવમાં 23 અને બીજી ઈનિંગમાં 0 રન બનાવ્યા છે.
ટોચ ઉપર કેન વિલિયમસન
ICC ટેસ્ટ રેન્કિંગમાં કેન વિલિયમસન નંબર વન પર છે. તેના 864 રેટિંગ પોઈન્ટ છે. બીજા નંબર પર ઈંગ્લેન્ડનો જો રૂટ છે. તેના 832 રેટિંગ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ ત્રીજા નંબર પર છે. તેના 818 રેટિંગ પોઈન્ટ છે.
આ પણ વાંચો : જય શાહ ACCના પ્રમુખપદે ત્રીજી ટર્મ માટે સર્વાનુમતે નિયુક્ત