અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના 50 IAS અધિકારીઓ બાદ 18 નાયબ સચિવોની બદલીનો આદેશ

Text To Speech

અમદાવાદ, 31 જાન્યુઆરી 2024, ગુજરાતના વિવિધ જિલ્લાના IAS અધિકારીઓની અચાનક બદલી કરવામાં આવી હતી. ગઈ કાલે જ 50 જેટલા અધિકારીઓની બદલી કરાઈ હતી. ત્યારે આજે સચિવાલયના 18 નાયબ સચિવોને તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. તે ઉપરાંત જામનગરના કલેક્ટર બી.એ. શાહની બદલી થતાં તેમના સ્થાને બી.કે. પંડ્યાની નિમણૂંક કરવામાં આવી છે.

નાયબ સચિવોની બદલીથી સચિવાલયમાં ચર્ચાઓ તેજ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સચિવાલયમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના સંયુક્ત સચિવ મનિષ શાહની આદિજાતિ વિકાસ વિભાગમાં નિમણૂંક અપાઈ છે. સામાન્ય વહિવટ વિભાગના સંયુક્ત સચિવ તેજસ સોનીને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં મુકવામાં આવ્યાં છે. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ દેવાયત ભમ્મરને નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં નિમણૂંક અપાઈ છે. જ્યારે નાણાં વિભાગના સંયુક્ત સચિવ દિલિપ ઠાકરને ડે. કન્ટ્રોલર સિવિલ ડિફેન્સ અમદાવાદ ખાતે મુકવામાં આવ્યાં છે.

રાજકોટના 3 મામલતદારની પણ બદલીના આદેશ
ગઈ કાલે ગુજરાતના 50 IAS અધિકારીની બદલી થયા બાદ આજે અચાનક 18 નાયબ સચિવોની બદલી થતાં હવે કોઈ પણ સમયે IPS અધિકારીઓની બદલી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્ય સરકારે 38 ડેપ્યુટી કલેક્ટર તથા 29 મામલતદારની બદલીના હુકમો કર્યા છે. તેમજ ગેસ કેડરના 12 પ્રોબેશનર અધિકારીને પોસ્ટિંગના હુકમો કર્યા છે. ગુજરાત સરકારે રાજકોટના ડેપ્યુટી ડીડીઓ મહેશ નાકિયાની અમરેલી પ્રાંત અધિકારી તરીકે બદલીનો આદેશ કર્યો છે. જ્યારે 29 મામલતદારોમાં રાજકોટના 3 મામલતદારની પણ બદલીના આદેશ કરાયા છે.

Back to top button