ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

EDના 4 સમન્સ નકાર્યા બાદ દિલ્હી CMને મળ્યું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું 5મું સમન્સ

Text To Speech

નવી દિલ્હી, 31 જાન્યુઆરી : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત લાગતાં નથી. દિલ્હી લિકર સ્કેમ કેસમાં EDએ ફરી એકવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે. જોવામાં આવે તો આ અગાઉ સીએમ કેજરીવાલને અત્યાર સુધીમાં 4 વખત સમન્સ પાઠવવામા આવ્યા છે. પરંતુ, અરવિંદ કેજરીવાલે એકેય વખત તપાસ એજન્સી સમક્ષ હાજરી આપી ન હતી. મળતી માહિતી અનુસાર EDએ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચાલી રહેલી તપાસ અંગે 2 ફેબ્રુઆરીએ આ તપાસમાં સામેલ થવા માટે નવેસરથી સમન્સ પાઠવ્યું છે.

કેજરીવાલને 3 મહિનામાં પાંચમું સમન્સ

પ્રથમ સમન્સ – 2 નવેમ્બર, 2023

બીજું સમન્સ – 21 ડિસેમ્બર, 2023

ત્રીજું સમન્સ – 3 જાન્યુઆરી, 2024

ચોથું સમન્સ – 18 જાન્યુઆરી, 2024

પાંચમું સમન્સ – 2 ફેબ્રુઆરી, 2024

કયા કારણોસર ED સમક્ષ હાજરી નહોતી આપી 

અત્યારસુધીમાં અરવિંદ કેજરીવાલને ED દ્વારા પૂછપરછ માટે જેટલી પણ નોટિસ મોકલવામાં આવી હતી તે માટે તેણે કોઈ ને કોઈ કારણસર નકારી કાઢી હતી. જેમ કે, 2 નવેમ્બરના સમન્સ મુદ્દે મધ્યપ્રદેશના ચૂંટણી પ્રચારના કારણે તેણે નોટિસને ગેરકાયદેસર ગણાવીને પાછી ખેંચવાની માંગ કરી હતી, જયારે 21 ડિસેમ્બરના સમન્સ અંગે તે વિપશ્યના માટે 10 દિવસની રજા પર હોવાથી તેણે ED સમક્ષ હાજરી આપી ન હતી.

દિલ્હી દારૂ કૌભાંડ 2021-22એ એક્સાઇઝ પોલિસી સાથે સંબંધિત છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ તેના અમલીકરણ માટે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી, જે પછી તરત જ AAP સરકારે તેને 2022 માં રદ કરી હતી. આ કેસ મુદ્દે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને AAP નેતા સંજય સિંહ હાલ જેલમાં છે. આવી સ્થિતિમાં EDએ 3 મહિનામાં 5 વખત દિલ્હીના સીએમને પૂછપરછ માટે બોલાવ્યા છે. સીએમ કેજરીવાલે એક વખત પણ પૂછપરછમાં ભાગ લીધો નથી.

આ પણ વાંચો : ચૂંટણી પહેલાં કાળા નાણાંની હેરાફેરી, કારની ડિક્કીમાંથી મળી કરોડોની રોકડ

Back to top button