PM મોદીની એક અપીલ પર રકુલ અને જેકીએ લગ્નમાં છેલ્લી ઘડીએ કર્યો ફેરફાર
- શું તમે જાણો છો કે છેલ્લી ઘડીએ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પોતાના લગ્નમાં બદલાવ કર્યો છે, તેની પાછળનું કારણ ક્યાંકને ક્યાંક પીએમ નરેન્દ્ર મોદીની એક અપીલ છે?
મુંબઈ, 31 જાન્યુઆરીઃ રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની ઘણા સમયથી રિલેશનશિપમાં છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે બંને લગ્ન કરવાના છે. રકુલ અને જેકી 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાના છે. શું તમે જાણો છો કે છેલ્લી ઘડીએ રકુલ અને જેકીએ પોતાના લગ્નમાં બદલાવ કર્યો છે, તેની પાછળનું કારણ ક્યાંકને ક્યાંક પીએમ નરેન્દ્ર મોદીની એક અપીલ છે.
કેમ બદલ્યું લગ્નનું સ્થળ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ રકુલ અને જેકીના લગ્ન પહેલા મિડલ ઈસ્ટમાં થવાના હતા. છ મહિનાના પ્લાનિંગ બાદ બધું ગોઠવાઈ ગયું હતું, પરંતુ પીએમ મોદીની અપીલ દેશના અમીર લોકો અને મોટા પરિવારના લોકોને એ હતી કે તેઓ પોતાની મોટી મોટી ઈવેન્ટ્સ ભારતમાં જ પ્લાન કરે. ત્યારબાદ જેકી અને રકુલે ભારતમાં લગ્નનો પ્લાન બનાવ્યો. બંનેએ છેલ્લી ઘડીએ નક્કી કર્યું કે તેમના લગ્ન હવે ભારતમાં જ થશે.
ફેન્સ થશે ખુશ
બંનેના એ નિર્ણય પર ફેન્સને ગર્વ થશે કે તેમણે એક જવાબદાર ભારતીય નાગરિકનો રોલ ભજવ્યો છે. બંને પોતાનો પ્રેમ સેલિબ્રેટ કરવાની સાથે દેશ પ્રત્યેની પોતાની ફરજ પણ નિભાવશે. રકુલ અને જેકી ઘણા સમયથી એક સાથે છે. વર્ષ 2021માં આ બંનેએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને પોતાની રિલેશનશિપ કન્ફર્મ કરી હતી. ત્યારબાદ બંને પબ્લિક ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે. બંને વેકેશન પર પણ સાથે જાય છે અને ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે.
View this post on Instagram
પ્રોફેશનલ લાઈફ
બંનેની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો રકુલ હવે ઈન્ડિયન-2 ફિલ્મમાં જોવા મળશે, તેમાં કમલ હાસન લીડ રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં બોબી સિમ્હા અને પ્રિયા ભવાની શંકર પણ મહત્ત્વના રોલમાં છે. જેકીના પ્રોડક્શનથી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં રીલીઝ થશે. તેમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સોનાક્ષી સિંહા હશે. તે ફિલ્મ 2024ની ઈદ પર રીલીઝ થશે.
આ પણ વાંચોઃ રણદીપ હૂડાની મોસ્ટ અવેઈટેડ સ્વાતંત્ર્ય વીર સાવરકરની રીલીઝ ડેટ, ટીઝર જાહેર