ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં રસોઈ બનાવતા ગેસના બાટલામાં આગ લાગી, ત્રણ લોકો દાઝ્યા એકનું મૃત્યુ

Text To Speech

સુરત, 31 જાન્યુઆરી 2024, શહેરમાં રસોઈ બનાવતા સમયે ગેસના બાટલામાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં એક જ પરિવારના ત્રણ લોકો દાઝી ગયાં હતાં અને એક વર્ષના દીકરાનું મૃત્યુ થયું હતું. માતા રસોઈ બનાવતી હતી અને ગેસની બોટલ લિકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં પરિવારે એકનો એક દીકરો ગુમાવતાં ચકચાર મચી જવા પામી હતી.

ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન સ્થિત શ્રીનાથ સોસાયટીમાં સુબોધન પ્રસાદ મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની ગુડિયા કુમારી ઘરમાં રસોઈ કરી રહી હતી એ દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી. જેમાં 24 વર્ષીય ગુડિયા કુમારી, તેનો 1 વર્ષીય પુત્ર સુમિતરાજ અને 22 વર્ષીય ભાઈ નીરજ ગંભીર રીતે દાઝી ગયા હતા. બાળક સહિત દાઝેલા ત્રણેય લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં 1 વર્ષના બાળક સુમિતરાજનું મૃત્યુ થયું છે.

ગુડિયા કુમારી અને તેનો ભાઈ હાલ સારવાર હેઠળ છે
બીજી તરફ ગુડિયા કુમારી અને તેનો ભાઈ હાલ સારવાર હેઠળ છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેમના સબંધીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુડિયા કુમારી જમવાનું બનાવી રહી હતી એ દરમિયાન ગેસમાં લીકેજ થતા આગ લાગી હતી. અમને ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા. આ ઘટનામાં 3 લોકો દાઝ્યા છે. આ ઘટનામાં નાના દીકરાનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચોઃઅમદાવાદ: શેરબજારમાં રોકાણ કરી નફો કમાવી લાલચ મહિલાને ભારે પડી

Back to top button