આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લદાખ સરહદે પશુપાલકોએ ચીનાઓનો મક્કમ પ્રતિકાર કર્યો

Text To Speech

લદાખ, 31 જાન્યુઆરીઃ લદાખમાં ભારત – ચીન સરહદે સ્થાનિક પશુપાલકો અને ચીની સૈન્ય વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હોવાના અહેવાલ છે.

ચીન સાથેની સરહદે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સતત તંગદિલી રહેવાને કારણે આ વિસ્તારના પશુપાલકો નિયંત્રણ રેખા તરફ જવાનું ટાળતા હતા, પરંતુ થોડા સમયથી ફરી ભારતીય વિસ્તારમાં જવાનું શરૂ કર્યું હતું. ગઈકાલે મંગળવારે પણ કેટલાક પશુપાલકો તેમના પશુ ચરાવવા સરહદ પર ગયા ત્યારે અમુક ચીનાઓએ આવીને તેમને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે ભારતના બહાદુર પશુપાલકોએ ચીની સૈનિકોને સ્પષ્ટપણે સંભળાવી દીધું હતું કે, અમે ભારતીય સરહદમાં જ પશુ ચરાવી રહ્યા છીએ તેના વિશે તેમણે (ચીનાઓએ) બોલવાની કોઈ જરૂર નથી.

 

જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેમાં જોઈ શકાય છે કે, ચીની સૈનિકો અને ભારતીય પશુપાલકો વચ્ચે ચડભડ થઈ રહી છે. છતાં પશુપાલકો શાંતિથી ઢોર ચરાવે છે એટલું જ નહીં પરંતુ તેમણે વીડિયો બનાવીને ભારતીય સૈન્યના વખાણ પણ કર્યા છે.

આ પણ વાંચોઃ મંદિરો પિકનિક સ્પોટ નથી: મદ્રાસ હાઈકોર્ટે બિન-હિન્દુઓના પ્રવેશ અંગે કડક વલણ અપનાવ્યું

Back to top button