અમદાવાદ, 30 જાન્યુઆરી 2024, ગુજરાત સરકારે તાજેતરમાં જ ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટીમાં દારૂ બંધી હળવી કરી છે. સરકારના વાઈન એન્ડ ડાઈન અંતર્ગત દારૂ પીવાની છૂટ આપવાના નિર્ણય બાદ ગિફ્ટ સિટી આસપાસ બાંધકામ ક્ષેત્રમાં પણ તેજી આવી ગઈ છે. વાઈબ્રન્ટ ગુજરાત બાદ ગિફ્ટ સિટીમાં અનેક પ્રકારના ઉદ્યોગો શરૂ થવાના છે. બીજી તરફ આ વખતે ફિલ્મફેર એવોર્ડનું પણ ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત બહારના અભિનેતાઓની સાથે ગુજરાતના સ્થાનિક અભિનેતાઓએ પણ ચિયર્સ કર્યું હતું.
તસવીરમાં તેમના હાથમાં બિયર જોવા મળી રહી છે
ગુજરાતી ફિલ્મ અને નાટકોના અભિનેતાઓએ ગિફ્ટ સિટીમાં દારૂનો ઘૂંટડો ભરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી. ગુજરાતી કોમેડી નાટકોના અભિનેતા સંજય ગોરડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખતાં કહ્યું હતું કે, ઇતિહાસમાં પહેલી વાર ગુનાહિ્ત લાગણી વગર ગુજરાતમાં દારૂ પીધો. ગીફટ સીટી ગાંધીનગરમાં ફીલ્મ ફેર એવોર્ડમાં બીઅરની લજ્જત માણી. એવોર્ડ ફંકશન સારૂ હતુ પણ બીઅર અને વેજ નોનવેજ જમવાનું ટોપના પેટનું હતુ. સંજય ગોરડિયાએ તેમની લાગણી સોશિયલ મીડિયા પર રજૂ કરી હતી.પરંતુ કેટલાક અભિનેતાઓ ચૂપચાપ વાઈન એન્ડ ડાઈનની મજા માણીને નીકળી ગયા હતાં.સંજય ગોરડિયાએ ફેસબુક પર બે તસવીરો શેર કરી છે, જેમાંથી એક તસવીરમાં તેમના હાથમાં બિયર જોવા મળી રહી છે.
ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર 2024 એવોર્ડ યોજાયો હતો
ગિફ્ટ સિટીમાં ‘વાઈન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે તાજેતરમાંજ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર 2024 એવોર્ડ યોજાયો હતો. આ દરમિયાન ફિલ્મસ્ટારનો જમાવડો થયો હતો. બોલિવૂડ સેલેબ્સની સાથે સાથે ઘણા ગુજરાતી કલાકારોએ પણ આ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી અને ગિફ્ટ સિટીના મહેમાન બન્યા હતા.
આ પણ વાંચોઃ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત સાથે કિંજલ દવે ફરી મચાવશે ધૂમ, કોર્ટે કેસ રદ કર્યો