ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

“ઑફિસમાં આવી કામ કરો નહીં તો કંપની છોડી દો” IBMએ આપ્યું અલ્ટીમેટમ

Text To Speech
  • જ્હોન ગ્રેન્જરે એક નોંધમાં જણાવ્યું હતું કે જે મેનેજરો સ્થળાંતર કરવા તૈયાર નથી અને ઘરેથી જ કામ કરવા માગે છે તેઓ IBM છોડી શકે છે

નવી દિલ્હી, 30 જાન્યુઆરી: અગ્રણી IT કંપની ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન (IBM) એ તેના મેનેજરોને દૂરથી કામ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. 16 જાન્યુઆરીના રોજ મોકલવામાં આવેલા મેમોમાં, કંપનીએ કહ્યું છે કે જે મેનેજરો હજુ પણ ઘરેથી કામ કરી રહ્યા છે તેઓ ઑફિસ આવીને કામ કરવા લાગે નહીતર તેઓ કંપની છોડી શકે શકે છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ઘરેથી કામ કરી રહેલા મેનેજરો, કર્મચારીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઑફિસમાં આવીને કામ કરવાની ફરજ પાડી છે.

  • IBMના વરિષ્ઠ ઉપ-પ્રમુખ જ્હોન ગ્રેન્જરે એક નોંધમાં લખ્યું છે કે, બેજ-ઇન ડેટાનો ઉપયોગ વ્યક્તિગત હાજરીને ઍક્સેસ કરવા માટે કરવામાં આવશે અને તેને મેનેજરો અને HR સાથે શેર કરવામાં આવશે.

કર્મચારીઓએ IBM ઑફિસથી 80KMની અંદર રહેવું પડશે

મેમો મુજબ, તબીબી સમસ્યાયા જેવા અપવાદોને બાદ કરતાં જે કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે તેમના માટે કંપની મુસાફરીની વ્યવસ્થા કરવાનું વિચારી રહી છે. તેના કારણે કર્મચારીઓને ઑગસ્ટની શરુઆત સુધીમાં કંપનીની ઑફિસથી 80 કિલોમીટરની અંદર રહેવું પડશે. આ મામલા સાથે જોડાયેલા એક નિષ્ણાતે નામ કે ઓળખ શેર ન કરવાની શરતે કોર્પોરેટ પોલિસી વિશે આ માહિતી આપી છે.

મેનેજર માટે દર અઠવાડિયે ઓછામાં ઓછા ત્રણ દિવસ ઑફિસમાં હાજર રહેવું ફરજિયાત

કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે IBM કંપની કામનું વાતાવરણ પૂરું પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેના કારણે કંપની તેના કર્મચારીઓને દર અઠવાડિયે ઓછામાં ઓછા ત્રણ દિવસ ઑફિસમાં હાજર રહેવાનું ફરજિયાત બનાવી રહી છે.

જો તમે ઑફિસમાં હાજર નહી રહો તો પ્રમોશન મેળવવું મુશ્કેલ છે: CEO

કંપનીના સીઈઓ અરવિંદ કૃષ્ણાએ મે 2023માં બ્લૂમબર્ગને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જેઓ સાઈટ પર નથી તેમના માટે પ્રમોશન મેળવવું મુશ્કેલ હશે. તે જ સમયે, IBM માં કેટલીક ટીમોએ કર્મચારીઓ માટે ઑફિસમાં આવવું ફરજિયાત બનાવી દીધું છે.

આ પણ વાંચો: ઑનલાઈન મની ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર, આ તારીખથી થશે લાગુ

Back to top button