ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં 19 પાકિસ્તાની ખલાસીઓ સહિત ઈરાની જહાજને બચાવ્યું

Text To Speech

નવી દિલ્હી, 30 જાન્યુઆરી: અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનો દબદબો દેખાઈ રહ્યો છે. ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ સોમવારે એડનની ખાડીમાં સોમાલી ચાંચિયાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો અને 19 પાકિસ્તાની નાગરિકો સહિત એક ઈરાની જહાજને બચાવ્યો હતો. આ લૂંટારાઓએ માછીમારીના જહાજનું અપહરણ કર્યું હતું. રવિવારે જહાજમાંથી ઈમરજન્સી કોલ આવ્યો હતો. જે બાદ યુદ્ધ જહાજે એન્ટી-પાયરસી ઓપરેશન હાથ ધર્યું અને મોટી સફળતા મેળવી.

ભારતીય નૌસેનાએ કહ્યું કે અમારા યુદ્ધ જહાજે હાઇજેકના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. કોચીના દરિયાકાંઠે 19 પાકિસ્તાની નાગરિકો સહિત એક જહાજને બચાવી લેવામાં આવ્યું છે. 28 જાન્યુઆરીના રોજ, ઈરાની ધ્વજવાળા માછીમારી જહાજના અપહરણ થયા અંગેની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે બાદ ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ આગેવાની લીધી અને 19 પાકિસ્તાની નાગરિકોને લઈને જતા જહાજને બચાવી લીધું, જેને સોમાલિયાના પૂર્વ કિનારે સશસ્ત્ર સોમાલી ચાંચિયાઓએ હાઈજેક કર્યું હતું.

ભારતીય નૌસેનાએ કહ્યું કે ચાંચિયાઓએ ક્રૂને બંધક બનાવી લીધા હતા. INS સુમિત્રાએ આ જહાજને અટકાવ્યું અને ચાંચિયાઓનો પીછો કર્યો. નેવીએ 24 કલાકની અંદર અરબી સમુદ્રમાં અપહરણના બે મોટા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. આ પહેલા 28-29 જાન્યુઆરીના રોજ પણ ચાંચિયાઓએ અરબી સમુદ્રમાં ઈરાનના જહાજ એમવી ઈમાનને હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ આગેવાની લીધી અને જહાજ અને તેના ક્રૂ (17 ઈરાની નાગરિકો) ને થોડા કલાકોમાં સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા.

ઈરાનના આ જહાજમાં 17 ક્રૂ મેમ્બર્સ બેઠા હતા, જેમને ચાંચિયાઓએ અપહરણ કરી લીધું હતું. તાજેતરમાં ભારતીય નૌકાદળે એડનની ખાડીમાં ત્રણ યુદ્ધ જહાજો મોકલ્યા છે.

આ પણ વાંચો: ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં ઈરાનના માછીમાર જહાજને ચાંચિયાઓ પાસેથી છોડાવ્યું

Back to top button