ટ્રેન્ડિંગમનોરંજન

Filmfare Awards 2024: શાહરૂખને એવોર્ડ ન મળ્યો, ચાહકોએ ફિલ્મફેર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું

Text To Speech

ગાંધીનગર, 29 જાન્યુઆરી 2024: Filmfare એવોર્ડ્સ 2024ની જાહેરાત કરવામાં આવી છે. રણબીર કપૂરને બેસ્ટ એક્ટર મેલ અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટર ફીમેલનો એવોર્ડ મળ્યો. વિક્રાંત મેસીની ફિલ્મ 12th Failને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. રણબીરને ‘એનિમલ’ માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો, જેના પર શાહરૂખ ખાનના ફેન્સ ગુસ્સે થઈ ગયા. સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કર્યું.

શાહરૂખની આ વર્ષે ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી. પહેલા ‘પઠાણ’, પછી ‘જવાન’ અને વર્ષના અંતે ‘ડંકી’ આવી. આ ત્રણેય ફિલ્મોને પુરસ્કારો મળ્યા, પરંતુ મુખ્ય કેટેગરીમાં એક પણ ફિલ્મને ફિલ્મફેર ન મળ્યો.

ફિલ્મફેર એવોર્ડ 2024ના વિજેતાઓ જાહેર, ધ એવોર્ડ ગોઝ ટુ

SRKની કઈ કઈ ફિલ્મોને એવોર્ડ મળ્યા?

# શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (female) – શિલ્પા રાવ (બેશરમ રંગ-પઠાણ)

# શ્રેષ્ઠ એક્શન- સ્પિરો રઝાટોસ, એનએલ અરાસુ, ક્રેગ મેકક્રે, યાનિક બેન, કેચા ખાનફાકડી, સુનીલ રોડ્રિગ્સ (JAWAN)

#બેસ્ટ VFX- રેડ ચિલીઝ VFX (JAWAN)

# શ્રેષ્ઠ અભિનેતા સ્પોર્ટિંગ રોલ- વિકી કૌશલ (DUNKY)

SRK'S Fan post

ફેન્સનો આરોપ-ફિલ્મફેરમાં છેડછાડ કરવામાં આવી

આ વર્ષના ફિલ્મફેર એવોર્ડ્સમાં ’12th Fail’ અને ‘એનિમલ’નો દબદબો રહ્યો. શાહરૂખનું આ વર્ષ બોક્સ ઓફિસની દૃષ્ટિએ સારું રહ્યું, પરંતુ ફિલ્મફેર માટે એટલું સારું નથી. ચાહકો ઈચ્છતા હતા કે તેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળે, પરંતુ રણબીર કપૂરને મળી ગયો.

આનાથી નારાજ એસઆરકેના ચાહકોએ સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો હતો.સોશિયલ મીડિયા પર લોકોએ ફિલ્મફેર રિગ્જ્ડ નામનું અભિયાન શરૂ કર્યું. અત્યારસુધી આ અભિયાન હેઠળ 8 હજારથી વધુ પોસ્ટ કરવામાં આવી છે. શાહરૂખના ચાહકોનું કહેવું છે કે ફિલ્મફેરમાં છેડછાડ કરવામાં આવી છે.

SRK fan's post

Back to top button