ઉત્તર ગુજરાતગુજરાત

ખેડા જિલ્લામાં સિનિયર સીટીઝન રમત સ્પર્ધા 2023-24નું કરવામાં આવ્યું આયોજન

Text To Speech

ખેડા 29 જાન્યુઆરી 2023 : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડિયાદ, જિ. ખેડા સંચાલીત સિનીયર સીટીઝનની રમત ગમત સ્પર્ધાનું આયોજન તા. 23-01-2023 થી 25-01-2024 દરમ્યાન કરવામાં આવ્યુ હતુ.

જેમા એથ્લેટીકસ સ્પર્ધાનુ આયોજન સ્પોર્ટ્સકોમ્પ્લેક્સ, મરીડા ભાગોળ, ખાતે. વોલીબોલ, યોગાસન અને રસ્સાખેંય સ્પર્ધાનુ આયોજન દ.વિ.સો. સાર્વજનિક વ્યાયામ શાળા, નડિયાદ ખાતે તથા ચેસ અને કેરમ સ્પર્ધાનુ આયોજન સીટી જિમખાના, નડિયાદ ખાતે કરવામા આવ્યુ હતુ. જેમા ખેડા જિલ્લાના સિનિયર સીટીઝન ભાઈઓ બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ રમતોથી સીનિયર સીટીઝનનું સ્વાસ્થ્ય જળવાઇ રહે અને સીનિયર સીટીઝન આ વિભાગની રમત પ્રવૃત્તિઓ સાથે જોડાય તે હેતુસર આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ખેડા જિલ્લાના સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : બાવળા નજીક ઓક્સિજન સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગી, એક વ્યક્તિનું મૃત્યુ

Back to top button