ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઇજિપ્તની યુવતીએ પ્રજાસત્તાક દિવસે ‘દેશ રંગીલા’ ગીત ગાયું, PM મોદીએ કરી પ્રશંસા

Text To Speech

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન પ્રખ્યાત દેશભક્તિ ગીત ‘દેશ રંગીલા’ના પ્રસ્તુતિ માટે ઇજિપ્તની યુવતી કરીમનની પ્રશંસા કરી હતી. કરીમને ઈજિપ્તના ઈન્ડિયા હાઉસ ખાતે પ્રજાસત્તાક દિવસે આયોજિત કાર્યક્રમમાં હિન્દી ગીત ગાઈને તમામ ભારતીયો અને ઈજિપ્તવાસીઓનું દિલ જીતી લીધું હતું. વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયા પર તેના વીડિયોને રિટ્વીટ કરીને પ્રશંસા કરી છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું, ‘ઇજિપ્તથી કરીમન દ્વારા આ પ્રસ્તુતિ સુમધુર છે! હું તેને આ પ્રયાસ માટે અભિનંદન આપું છું અને તેના ભવિષ્યના પ્રયાસો માટે ખૂબ જ શુભેચ્છા પાઠવું છું.’

ભારતીય દૂતાવાસે પણ કરીમનની પ્રશંસા કરી

ઇજિપ્તમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ઇજિપ્તની એક યુવતીએ કરીમને ‘ઇન્ડિયા હાઉસ’ ખાતે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન દેશભક્તિનું ગીત ‘દેશ રંગીલા’  રજૂ કર્યું હતું. તેનો મધુર અવાજ અને પરફેક્ટ પિચએ ભારતીયો અને ઇજિપ્તવાસીઓના મોટા સમૂહને પ્રભાવિત કર્યા છે.

અગાઉ ઇજિપ્તમાં PMનું ભારતીય ગીત ગાઈને સ્વાગત કરાયું હતું

ગયા વર્ષે જૂનમાં પીએમ મોદી ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ કૈરો ગયા હતા.સાડી પહેરેલી એક ઇજિપ્તની મહિલાએ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની ફિલ્મ ‘શોલે’નું હિન્દી ગીત ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે’ ગાઇને પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદી ગીત સાંભળીને અત્યંત પ્રભાવિત થયા હતા. એ સમયે પીએમ મોદીએ યુવતીના વખાણ કરતા કહ્યું હતું કે, તમે એકદમ ભારતીય જેવા લાગો છો. આ સાંભળીને તે પણ અત્યંત ખુશ થઈ ગઈ.

આ પણ વાંચો: ઈજિપ્તની યુવતીએ ગાયું ‘યે દોસ્તી હમ નહીં તોડેગે’, PM મોદીએ આપ્યું આ રિએક્શન

Back to top button