ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીરના પહાડો પર છેલ્લા 24 કલાકથી સતત હિમવર્ષા, 2 ફેબ્રુઆરી સુધી યથાવત

  • હવામાન વિભાગે 2 ફેબ્રુઆરી સુધી પર્વતીય વિસ્તારો તેમજ મેદાની વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની કરી આગાહી

કાશ્મીર, 29 જાન્યુઆરી: કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હિમવર્ષાનો અભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે છેલ્લા 24 કલાકી કાશ્મીરમાં સતત હિમવર્ષા થઈ રહી છે. ત્યારે કાશ્મીરમાં આવતા પ્રવાસીઓ અને પર્યટનો સાથે જોડાયેલા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિયાળાના 40 દિવસના અંતે ફરી એકવાર કાશ્મીર ફરવા લાયક ઠંડુગાર બન્યું છે. કાશ્મીરના પહાડોમાં થઈ રહેલી હિમવર્ષા હવામાન વિભાગના કહ્યા પ્રમાણે 2 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગ રિસોર્ટમાં બાળકો સહિત સેંકડો પ્રવાસીઓ પડી રહેલા હિમવર્ષાની મજા માણી રહ્યા છે.

પ્રવાસીઓને પણ 2 મહિનાથી દુષ્કાળની અસર થઈ હતી

પહેલગામ, સોનમર્ગ અને ગુલમર્ગ કાશ્મીરના એવા સુંદર રિસોર્ટ છે જે આ સિઝનમાં દેશી અને વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે. પરંતુ આ વખતે લગભગ 2 મહિનાના દુષ્કાળને કારણે કાશ્મીરથી પર્યટકો બરફ જોયા વિના નિરાશ થઈને પરત ફરી રહ્યા હતા. અહીં આવતા ઘણા પ્રવાસીઓએ તેમનો પ્રવાસ કેન્સલ કરી દીધો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં થયેલી હિમવર્ષાને કારણે આ ખીણો ફરી એકવાર પ્રવાસીઓથી ગુંજી ઊઠી છે.

 

આ વિસ્તારોમાં સૌથી વધુ હિમવર્ષા

ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં જે વિસ્તારોમાં સૌથી વધુ હિમવર્ષા નોંધાઈ છે તેમાં બાંદિપુરા, કુપવાડા, મુગલ રોડ, જોલજીલા પાસ, પીરી કી ગલી, અમરનાથ ગુફા અને નિયંત્રણ રેખા સાથેના ડઝનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે મેદાની વિસ્તારોમાં ગત રાત્રિથી જ હળવો વરસાદ વરસી રહ્યો છે.

ક્યાં સુધી વરસાદ અને બરફ પડશે?

હવામાન વિભાગે કેન્દ્રશાસિત પ્રદેશમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષાની આગાહી કરી છે અને આગામી બે દિવસમાં કુપવાડા, બાંદીપોરા, બારામુલ્લા, ગાંદરબલ, શોપિયાં, કુલગામ અને અનંતનાગ જિલ્લા જેવા કેટલાક ઉપલા ભાગોમાં ભારે હિમવર્ષા થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે 2 ફેબ્રુઆરી સુધી હવામાનની સ્થિતિ બગડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે એક ટ્રાફિક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે, જેમાં મુગલ રોડ, સિંથાન ટોપ, ઝોલ્જીલા પાસ જેવા ઉચ્ચ વિસ્તારોના લોકોને ટ્રાફિક વિભાગની પરવાનગી વિના આ માર્ગો પર મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં ઈરાનના માછીમાર જહાજને ચાંચિયાઓ પાસેથી છોડાવ્યું

Back to top button