ટ્રેન્ડિંગમનોરંજન

રણબીરે જમાલ કુડૂ ડાન્સ કરતાં અચાનક સ્ટેજથી ઉતરીને આલિયાને કરી કિસ, જુઓ વીડિયો

Text To Speech
  • ફિલ્મફેર એવોર્ડ ફંકશન દરમિયાન આલિયા રણબીરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની પત્ની આલિયા સાથે એવોર્ડ ફંકશનમાં  ‘જમાલ કુડૂ’ પર ડાન્સ કરતો અને તેને કિસ કરતો જોવા મળ્યો હતો.

ગાંધીનગર, 29 ફેબ્રુઆરીઃ બોલિવુડ એક્ટર રણબીર કપૂર અને તેની એકટ્રેસ પત્ની આલિયા ભટ્ટ 2024ની શરૂઆત ખૂબ સારી રહી. 28 જાન્યુઆરીએ 69માં ફિલ્મફેર એવોર્ડ્સમાં આલિયા અને રણબીર બંનેએ બાજી મારી લીધી છે. ફિલ્મ એનિમલ માટે જ્યાં રણબીરને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો, તો રોકી ઓર રાની કી પ્રેમ કહાની માટે આલિયાએ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પોતાના નામે કરી લીધો. ફિલ્મફેર એવોર્ડ ફંકશન દરમિયાન આલિયા રણબીરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની પત્ની આલિયા સાથે એવોર્ડ ફંકશનમાં  ‘જમાલ કુડૂ’ પર ડાન્સ કરતો અને તેને કિસ કરતો જોવા મળ્યો હતો.

રણબીરે આલિયા સાથે ‘જમાલ કુડૂ’ પર કર્યો ડાન્સ

69માં ફિલ્મફેર એવોર્ડ્સના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. જોકે સૌથી વધુ ચર્ચા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના એક વીડિયોની છે. આ વીડિયોમાં રણબીર 69માં ફિલ્મફેર એવોર્ડ્સમાં પોતાની ફિલ્મ એનિમલના હિટ સોંગ જમાલ કુડૂ પર સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળે છે. જેમાં તે અચાનક સ્ટેજ પરથી ઉતરીને પત્ની આલિયા સાથે ડાન્સ કરવા લાગે છે. રણબીર અને આલિયા બંને પોતાના માથા પર ગ્લાસ રાખીને ડાન્સ કરી રહ્યા છે. આલિયા પણ રણબીરના ડાન્સ સ્ટેપ ફોલો કરતી જોવા મળી હતી. ત્યારબાદ અંત સુધી આવતા આવતા રણબીરે આલિયાને ગાલ પર કિસ કરી. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

વીડિયોના ફેન્સ કરી રહ્યાં છે વખાણ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો વીડિયો તેમના ફેન્સને પસંદ પડી રહ્યો છે. તેની પર કોમેન્ટ કરીને અનેક યુઝર્સ રણબીરને જેન્ટલમેન કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે રણબીર અને આલિયા ખુલીને પોતાની જિંદગી જીવે છે. તેમની દિકરી ખૂબ ભાગ્યશાળી છે. એક વ્યક્તિએ લખ્યું છે આ બંનેની જોડી ખૂબ સુંદર છે.

આ પણ વાંચોઃ એનિમલમાં બોબીની બોડી જોઈને રણબીરનું ઘમંડ થયું હતું ચકનાચૂર, ડરી ગયો હતો અભિનેતા

Back to top button