અમદાવાદ, 29 જાન્યુઆરી 2023, નારાયણ સાઈએ પિતા આસારામને જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી 20 દિવસના હંગામી જામીન હાઇકોર્ટ સમક્ષ માગ્યા હતા.કોર્ટે તમામ ડોક્યુમેન્ટ એફિડેવિટ પર આપવા કહ્યું હતું. તે ઉપરાંત કોર્ટે એવું પણ કહ્યું હતું કે, આરોપી નારાયણ સાંઈ પર સહેજ પણ વિશ્વાસ નથી.આજે જજ એ.એસ.સુપેહીઆ અને વિમલ વ્યાસની કોર્ટમાં આ જામીન અરજી અંતર્ગત સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટને આધારે નોંધ્યું હતું કે, આગાઉ કોર્ટે નારાયણ સાઈની હંગામી જામીન અરજી 1 લાખ રૂપિયાના દંડ સાથે ફગાવી હતી. કારણ કે, તેને માતાના ખોટા મેડિકલ ડોક્યુમેન્ટ્સ બનાવડાવી હંગામી જામીન અરજી રજૂ કરી હતી. કોર્ટના કડક વલણ બાદ અરજ દારે હંગામી જમીન અરજી પરત ખેંચી હતી.
આસારામની તબિયત ક્રિટીકલ છે તેવું સ્પષ્ટ કાગળ ઉપર લાવો
સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, આસારામ 85 વર્ષના છે એટલે આ બધી ઉંમર સંબંધી તકલીફ છે. આસારામની પુત્રી અને પત્ની છે જે આસારામનું ધ્યાન રાખી શકે તેમ છે. વળી બાપ-બેટા બંને એક સરખા ગુનામાં દોષિત ઠર્યા છે. AIIMS હોસ્પિટલમાં આસારામની સરખી સારવાર થશે. હંગામી જામીન મેળવવા નારાયણ સાઈએ કોર્ટ સમક્ષ આસારામની જે ક્રિટીકલ પરિસ્થિતિની રજૂઆત કરી છે. તેની સાથે કોર્ટ સહમત નથી. કારણ કે, ડોક્યુમેન્ટ્સમાં તેવું દેખાતું નથી. કોર્ટે કહ્યું હતું કે, આસારામ સાથે તેની પુત્રી છે. જેથી તેને કહો કે કાગળિયા મોકલી આપે. આસારામની તબિયત ક્રિટીકલ છે તેવું સ્પષ્ટ કાગળ ઉપર લાવો.
કોર્ટનું કડક વલણ જોતા અરજદારે અરજી પરત ખેંચી
નારાયણ સાઈના વકીલે દલીલ કરી હતી કે, આસારામને 95 ટકા બ્લોકેજ છે અને 6 બોટલ લોહી ચઢાવવામાં આવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે,નારાયણ સાઈના વકીલ કેટલાક જરૂરી કાગળો કોર્ટ સમક્ષ લઈને ઉપસ્થિત થયા હતા. પરંતુ કોર્ટે તેને એફિડેવિટ ઉપર આપવા જણાવ્યું હતું. સાથે જ નારાયણ સાઈ ઉપર હવે કોર્ટને સહેજ પણ વિશ્વાસમાં નથી તેમ જણાવ્યું હતું. રાજસ્થાનથી કાગળિયા ન મળતા હોવાની ફરિયાદ અંગે કોર્ટે કહ્યું હતું કે, તમે બધા કાગળિયા મેળવીને તેને એફિડેવિટ ઉપર આપો અને ફ્રેશ અરજી ફાઈલ કરો. જેથી કોર્ટનું કડક વલણ જોતા અરજદારે આ હંગામી જામીન અરજી પરત ખેંચી હતી.
આ પણ વાંચોઃગુજરાત: લોકોના કામ માટે ફોન તો ઉપાડવા જ પડશે, મંત્રીએ અધિકારીઓને આપી ચેતવણી