ટ્રેન્ડિંગનેશનલ

લગ્નની કોઈ ઉંમર હોતી નથી! 103 વર્ષના વૃદ્ધે 49 વર્ષની ફિરોઝ જહાં સાથે કર્યા નિકાહ

Text To Speech
  • મધ્યપ્રદેશમાં એક અનોખા લગ્નની ચર્ચા છે. ચર્ચા થવાનું કારણ દુલ્હાની ઉંમર 103 વર્ષ છે અને દુલ્હનની ઉંમર 49 વર્ષ છે

ભોપાલ, 29 જાન્યુઆરી: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અનોખા લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. જો કે આ લગ્ન વર્ષ 2023માં થયા છે, પરંતુ ચર્ચા 2024માં થઈ રહી છે. લગ્નની ચર્ચા એટલા માટે વધી છે કે દુલ્હાની ઉંમર 103 વર્ષ અને દુલ્હનની ઉંમર 49 વર્ષ છે. 103 વર્ષના દુલ્હાના નિકાહનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

હબીબ નઝરે 103 વર્ષની ઉંમરે ત્રીજા નિકાહ કર્યા

મધ્યપ્રદેશના ભોપાલમાં રહેલા હબીબ નઝરે 103 વર્ષની વયે 49 વર્ષીય ફિરોઝ જહાં સાથે વર્ષ 2023માં નિકાહ કર્યા હતા, તેમના આ ત્રીજા નિકાહ છે. જ્યારે તેઓ તેમની દુલ્હન ફિરોઝને ઘરે લઈને રિક્ષામાં આવ્યા હતા ત્યારે તેમનો કોઈએ વીડિયો બનાવ્યો હશે. જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. 28 જાન્યુઆરી, રવિવારના રોજ કોઈએ ફરી આ નિકાહનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જે વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં હબીબ નઝર તેની દુલ્હન સાથે નિકાહ કરીને ઓટોમાં પોતાના ઘરે પરત ફરતો જોવા મળે છે. આ દરમિયાન લોકો હબીબને અભિનંદન આપતા જોવા મળે છે. હબીબ પણ હસતા હસતા બધાનો આભાર માનતા જોવા મળે છે.

હબીબે તેની બીજી પત્નીના મૃત્યુ બાદ નિકાહ કરવાનો નિર્ણય લીધો હતો

ભોપાલના ઇટવારા ખાતે રહેતા હબીબ નઝરના પ્રથમ નિકાહ નાસિકમાં થયા હતા. બીજા નિકાહ લખનઉમાં થયા હતા. થોડા સમય પહેલા, તેની બીજી પત્નીના મૃત્યુ પછી, હબીબ એકલતા અનુભવવા લાગ્યો હતો. જે બાદ હબીબે ત્રીજા નિકાહ કરવાનો નિર્ણય લીધો હતો. સ્વતંત્રતા સેનાની હબીબ નઝરને તેમની ઉંમરના આ તબક્કે ફિરોઝ જહાંના રૂપમાં એક સાથી મળી, જેના પછી બંનેએ નિકાહ કરી લીધા. ફિરોઝ પણ જ્યાં રહેતી હતી ત્યાં તેનું બીજુ કોઈ હતું નહીં, ફિરોઝ જહાંના પતિનું ઘણા સમય પહેલાં નિધન થઈ ગયું હતું. ત્યારથી તે ત્યાં એકલી રહેતી હતી. ફિરોઝના કહેવા પ્રમાણે, તે આ નિકાહ માટે સંમત થઈ હતી કારણ કે હબીબની સંભાળ રાખનાર કોઈ ન હતું.

આ પણ વાંચો: દીકરો ક્રિકેટનો સ્ટાર ખેલાડી બન્યો, પરંતુ પિતા તો આજે પણ… જૂઓ વીડિયો

Back to top button