વારંવાર વધી જાય છે ચશ્માના નંબર? આ વસ્તુ ખાવ, દૂર થશે આંખોની નબળાઈ
- જો તમને ચશ્માના નંબર આવી ગયા છે અને વારંવાર તે વધી રહ્યા છે, તો તે ચિંતાનું કારણ બની શકે છે. આ માટે તમારે યોગ્ય જીવનશૈલી અને લાઈફસ્ટાઈલને ફોલો કરવી જોઈએ.
આજકાલ લોકોને નાની ઉંમરમાં જ ચશ્મા આવી જાય છે. વધતી જતી ઉંમર સાથે આંખોનું નબળું પડવું સ્વાભાવિક છે. જો તમને ચશ્માના નંબર આવી ગયા છે અને વારંવાર તે વધી રહ્યા છે, તો તે ચિંતાનું કારણ બની શકે છે. આ માટે તમારે યોગ્ય જીવનશૈલી અને લાઈફસ્ટાઈલને ફોલો કરવી જોઈએ. આંખોની દૃષ્ટિને સ્વસ્થ રાખવા માટે તમારા આહારમાં પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરો. 5 ફુડ એવા છે જે તમારી આંખોની રોશની સુધારવામાં મદદ કરી શકે છે.
આંખોની રોશની વધારનારા ફૂડ્સ
કાચા લાલ મરચા
કાચા લાલ મરચા આંખોને સ્વસ્થ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આંખોની બ્લડ વેસલ્સ માટે સારું માનવામાં આવે છે. તેનાથી મોતિયાનું જોખમ પણ ઘટે છે. તેમાં વિટામિન એ અને સી પણ ભરપૂર માત્રામાં હોય છે જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે.
નટ્સ અને સીડ્સ
આંખોને સ્વસ્થ રાખવા માટે તમારા આહારમાં સૂર્યમુખીના બીજ અને અખરોટનો સમાવેશ કરો. તેમાં વિટામિન ઈ અને પોષક તત્ત્વો મોટી માત્રામાં જોવા મળે છે, જે વય-સંબંધિત મેક્યુલર ડિજનરેશનને રોકવામાં મદદ કરે છે. તે ખાવાથી આંખોની રોશની સુધરે છે અને મોતિયાનું જોખમ ઓછું થાય છે.
લીલાં શાકભાજી
હેલ્ધી રહેવા માટે લીલાં પાંદડાવાળી શાકભાજી ખાવી ફાયદાકારક છે. આંખોની રોશની સારી રાખવા માટે કેળની ભાજી, પાલક, બ્રોકલી જેવા શાકભાજી ખાવા જોઈએ. તેમાં મળી આવતું વિટામીન એ આંખોની ગંભીર બીમારીઓથી બચાવે છે.
ઓરેન્જ રંગના ફળ અને શાકભાજી
આંખો માટે ઓરેન્જ કલરના શાકભાજી કે ફ્રુટ જેમકે સ્વીટ પોટેટો, ગાજર, કેરી, ઓરેન્જ જેવા શાકભાજી અને ફળ સામેલ છે. તેમાં બીટા-કેરાટીન ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. તે વિટામીન એનો એક પ્રકાર છે. તે વિટામીન અંઘારામાં આંખોને એડજસ્ટ થવાની ક્ષમતા સુધારે છે. આ ફળ અને શાકભાજીમાં વિટામીન સી ખૂબ પ્રમાણમાં હોય છે.
ઈંડા
જે લોકો ઈંડા ખાતા હોય તેને આંખો સંબંધિત બીમારી થવાનું જોખમ ઘટે છે. ઈંડામાં ઝિંક ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ સાથે ઈંડા બ્લુ રોશનીથી રેટિનાને થતા નુકશાનથી પણ બચાવે છે.
આ પણ વાંચોઃ શુગર કન્ટ્રોલ કરવા માટે રોજ ખાવ છો કારેલા? આ ટ્રિક્સથી કારેલાને રાખો એકદમ ફ્રેશ