ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

શુગર કન્ટ્રોલ કરવા માટે રોજ ખાવ છો કારેલા? આ ટ્રિક્સથી કારેલાને રાખો એકદમ ફ્રેશ

  • કારેલા ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ ઔષધીથી ઉતરતા નથી. આ જ કારણ છે કે ઘણા લોકો બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે નિયમિત રીતે કારેલા ખાય છે

કારેલા સ્વાદમાં ભલે કડવા લાગે, પરંતુ તેમાં રહેલા પોષક તત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કારેલા ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ ઔષધીથી ઉતરતા નથી. આ જ કારણ છે કે ઘણા લોકો બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે નિયમિત રીતે કારેલા ખાય છે અથવા તેનો જ્યુસ પીવે છે.

કેટલાક લોકો કારેલાને મોટી માત્રામાં ખરીદે છે, પરંતુ પાછળથી તેને સ્ટોર કરવા એ સૌથી મોટી સમસ્યા બની જાય છે. થોડા દિવસો તેને રાખવાથી કારેલા સુકાઈ જાય છે. જો તમે પણ ક્યારેય આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તમે કેટલીક ટ્રિક્સ અપનાવીને કારેલા લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.

કારેલાને સ્ટોર કરવાની ટિપ્સ

શુગર કન્ટ્રોલ કરવા માટે ખાવ છો કારેલા? આ ટ્રિક્સથી રાખો એકદમ ફ્રેશ hum dekhenge news

બ્રાઉન પેપર બેગ

લીલા શાકભાજી સ્ટોર કરવા માટે બ્રાઉન પેપર બેગ શ્રેષ્ઠ વિકલ્પ છે. જ્યારે શાકભાજીને બ્રાઉન પેપર બેગમાં રાખવામાં આવે છે, ત્યારે બેગ તેમાં રહેલા વધારાના ભેજને શોષી લે છે, જેના કારણે શાકભાજી લાંબા સમય સુધી બગડતા નથી. જો શાકભાજી પ્લાસ્ટિકની બેગમાં રાખવામાં આવે તો તે બગડી શકે છે. જો તમે કારેલાને 5-7 દિવસ માટે સ્ટોર કરવા માંગતા હોવ તો બ્રાઉન પેપર બેગ શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.

ડ્રાય કરીને કરો સ્ટોર

જો થોડા દિવસો પછી કારેલાનો ઉપયોગ કરવો હોય, તો પહેલા તેને બરાબર ધોઈ લો. ત્યારબાદ કારેલાને કોટન કપડાથી સાફ કરો અને થોડીવાર માટે ખુલ્લામાં છોડી દો, જેથી તે સંપૂર્ણપણે સુકાઈ જાય. આ પછી કારેલાને સાદા કાગળમાં લપેટીને રાખો. કારેલા એક અઠવાડિયા સુધી સારા રહેશે.

કાપીને ન રાખો

કેટલાક લોકો કામના લોડને ઘટાડવા માટે શાકભાજીને પહેલેથી કાપીને ફ્રિજમાં સ્ટોર કરી લે છે. કારેલા માટે તે યોગ્ય નથી. જો તમે કારેલા કાપીને રાખશો તો જલ્દી ખરાબ થશે અને તેના ન્યુટ્રિઅન્ટ્સ પણ જલ્દી ખતમ થઈ જશે. તેથી કારેલાને કાપ્યા વગર જ ફ્રિજમાં સ્ટોર કરો.

ઝિપલોક બેગ

જો તમે ઘણા બધા કરલા ખરીદ્યા છે અને તમારે તેને ત્રણ-ચાર દિવસ માટે સ્ટોર કરવા છે તો કારેલાને સાફ કરીને ઝિપલોક બેગમાં રાખો. તે એર ટાઇટ બેગ હોવાને કારણે, કારેલા હવા અને ભેજના સંપર્કમાં આવશે નહીં. આ પછી, તેને રેફ્રિજરેટરમાં રાખો, જેથી કારેલા થોડા દિવસો સુધી તાજી રહે.

આ પણ વાંચોઃ ગ્રહનો અંત કેવી રીતે થાય છે? જાણો પૃથ્વીની હાલત શું થશે…

Back to top button