ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રેલવેમાં ભરતીઃ 1.5 લાખ પોસ્ટ માટે રોજગાર પ્રક્રિયા પૂર્ણઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

Text To Speech
  • ભારતીય રેલવેની વાર્ષિક ભરતી પ્રક્રિયા હાથ ધરીને રોજગારીની વધુ તકો ઊભી કરવાની યોજના
  • રેલવેનો ઉદ્દેશ્ય વાર્ષિક ધોરણે વિવિધ કેટેગરીમાં ખાલી જગ્યાઓ ભરવાનો: રેલવે મંત્રી

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: ભારતીય રેલવે વાર્ષિક ભરતી પ્રક્રિયા હાથ ધરીને રોજગારીની વધુ તકો ઊભી કરવાની યોજના કરી રહી છે. જે અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 1.5 લાખ પોસ્ટ માટેની રોજગાર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જેમાં આસિસ્ટન્ટ લોકો પાઈલટ (ALPs)ની પસંદગીએ પ્રથમ પગલું છે. રેલવેનો ઉદ્દેશ્ય વાર્ષિક ધોરણે વિવિધ કેટેગરીમાં ખાલી જગ્યાઓ ભરવાનો છે, જે અરજદારોને વધુ તકો પૂરી પાડે છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શું જણાવ્યું ?

અશ્વિની વૈષ્ણવે વાર્ષિક રોજગાર પ્રક્રિયા અને તેની પાછળના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, “ ગ્રુપ ડીમાં ટેકનિકલ અને નોન-ટેક્નિકલની લોકપ્રિય કેટેગરીમાં પણ રોજગારીની તકો વધશે. દરેક બધુ એકસાથે ભેગું કરવાને બદલે, અમારો ઉદ્દેશ્ય હવે વધુ રોજગાર આપવાનો છે. વાર્ષિક ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી વધુને વધુ લોકોને તકો મળી શકે.”

પૂર્વ મધ્ય રેલવેના જનરલ મેનેજરે શું જણાવ્યું ?

પૂર્વ મધ્ય રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર ખંડેલવાલે જણાવ્યું હતું કે “રેલ્વેએ એક નવી ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. રેલવે દર વર્ષે નિયમિત ધોરણે ખાલી જગ્યાઓ ભરશે. રેલ્વેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરી દર વર્ષે વધી રહી છે. જેથી બહુવિધ કેટેગરીમાં રહેલી ખાલી જગ્યાઓ વાર્ષિક ધોરણે ભરવામાં આવશે. આ દિશામાં 5,696 ALP (assistant Loco pilot)ની ભરતી 20 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. અરજદારોને દર વર્ષે ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની તકો મળશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કોઈ કારણોસર, જો તેઓ ચાલુ વર્ષમાં સફળ થતાં નથી, તો તેઓ આગામી વર્ષમાં ફરીથી હાજર થઈ શકે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “ અગાઉ, રેલવે દર ત્રણ કે ચાર વર્ષે એક વખત ભરતી કરતી હતી. હવે રેલવે દર વર્ષે ખાલી જગ્યાઓ સુધી પહોંચશે અને ભરતી પ્રક્રિયા હાથ ધરશે. 5,696 લોકો પાઇલોટ્સનું પ્રથમ નોટિફિકેશન 20 જાન્યુઆરીએ જારી કરવામાં આવ્યું છે. હવે ઉમેદવારને રેલવેમાં વધુ તકો મળશે.”

આ પણ જુઓ : નીતીશકુમારને જનતા પાઠ ભણાવશે, બિહારના સીએમ પર ભડક્યા શરદ પવાર

Back to top button