માત્ર લક્ષદ્વીપ જ નહીં, ભારતના આ ટાપુઓ પણ છે અત્યંત ખૂબસૂરત
નવી દિલ્હી, 29 જાન્યુઆરી : ભારતમાં ઘણા સુંદર ટાપુઓ છે, જ્યાં તમે હાઇકિંગની સાથે વોટર સ્પોર્ટ્સ, બીચ પાર્ટીઓ, સુંદર સૂર્યાસ્ત અને સૂર્યોદયનો આનંદ માણી શકો છો. રજાઓ માટે ટાપુઓ લોકપ્રિય સ્થળ છે. ભારતના આ સુંદર ટાપુઓની જીવનમાં એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ. તો ચાલો જાણીએ આ ખૂબસૂરત ટાપુઓ વિશે…
લક્ષદ્વીપ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ જગ્યા જોઈને તમને પણ લક્ષદ્વીપ જવાનું મન થશે. કારણ કે દરેક વ્યક્તિ આ સમયે આઈલેન્ડ પર જઈને ત્યાંની સુંદરતા જોવા ઈચ્છે છે.
નીલ દ્વીપ :
નેતાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં નીલ દ્વીપનું નામ શહીદ દ્વીપ રાખવામાં આવ્યું. તે ભારતના આં દામાન અને નિકોબાર ટાપુઓમાં આવેલો એક ટાપુ છે. આ દ્વીપ એકાંત, શાંત અને અનન્ય છે અને આ એક એવો ટાપુ છે જે તેની પ્રાકૃતિક સુંદરતાથી લોકોને મંત્રમુગ્ધ કરે છે. આ રમણીય ટાપુ તેના શાંત દરિયાકિનારા, સ્ફટિક-સ્પષ્ટ પાણી અને આરામદાયક વાતાવરણ માટે પ્રખ્યાત છે, આ ટાપુ શાંતિપૂર્ણ રીતે રજાઓ માણવા માંગતા પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ પસંદગી છે.
વાણી દ્વીપ :
વાણી દ્વીપને લક્ષદ્વીપનો એક ભાગ માનવામાં આવે છે, તેનો સુંદર બીચ લોકોના આકર્ષેણનું કેન્દ્ર છે. આ સ્થળની વિશેષતા તેની સાંસ્કૃતિક અને પર્વતીય વિવિધતામાં રહેલી છે, જે અહીંના પ્રવાસન સ્થળોને વધુ આકર્ષક બનાવે છે.
હેવલોક દ્વીપ :
હેવલોક આઇલેન્ડને માત્ર આંદામાન અને નિકોબાર જ નહીં પરંતુ ભારતના શ્રેષ્ઠ ટાપુઓમાંનું એક માનવામાં આવે છે. કહેવાય છે કે આ ટાપુની સરખામણીમાં માલદીવ અને થાઈલેન્ડના ટાપુઓની સુંદરતા પણ ફિક્કી છે.
કાવારત્તી દ્વીપ :
લક્ષદ્વીપમાં આવેલો કાવારત્તી દ્વીપ જેને છુપાયેલો ખજાનો માનવામાં આવે છે. તેની સુંદરતા એટલી લોકપ્રિય છે કે તેને લક્ષદ્વીપનું રત્ન પણ કહેવામાં આવે છે. માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દેશ-વિદેશથી પણ પર્યટકો અહીં ફરવા આવે છે.
આ પણ વાંચો : બર્ફીલા કમળ કઈ રીતે બને છે, જાણો શું છે તેની પાછળનું રહસ્ય…