મતદાન પહેલા જ હોબાળો: માલદીવમાં સાંસદો વચ્ચે મારામારી, જુઓ વીડિયો
- વિસ્તરણ માટે સંસદમાં મતદાન થવાનું હતું
- મંત્રીમંડળના ચાર સભ્યોની મંજૂરી અટકાવ્યા બાદ હોબાળો મચ્યો
- માલદીવની સંસદમાં મારમારીનો વીડિયો વાયરલ
માલદીવમાં સાંસદો વચ્ચે મારામારી થઇ છે. જેમાં મુઇજ્જુના પક્ષે મતદાન અટકાવવા જતા હોબાળો થયો હતો. તેમાં મુઈજ્જૂ મંત્રીમંડળના વિસ્તરણ મામલે માલદીવની સંસદમાં ભારે હોબાળો અને મારામારીના દ્રશ્યો સર્જાયા છે. વિસ્તરણ માટે સંસદમાં મતદાન થવાનું હતું, પરંતુ વિપક્ષી દળ માલદીવન ડેમોક્રેટીક પાર્ટીએ ચાર મંત્રીઓની મંજૂરી રોકવાની ચિમકી આપી હતી, તેના વિરુદ્ધ સત્તાધારી દળ વિરોધમાં પણ ઉતરી આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના 5 શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રી, જાણો કેમ ઠંડી ગાયબ થઈ
મંત્રીમંડળના ચાર સભ્યોની મંજૂરી અટકાવ્યા બાદ હોબાળો મચ્યો
સત્તાધારી ગઠબંધન પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ અને મોહમ્મદ મોઈજ્જૂની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસના સાંસદો ગૃહમાં વિરોધ કરી રહ્યા છે. પીપીએમ-પીએનસી ગૃહમાં લઘુમતીમાં હોવાથી ઇચ્છતા નથી કે મતદાન થાય. એક રિપોર્ટ મુજબ આ ઘટના રાષ્ટ્રપતિ મુઈજ્જૂના મંત્રીમંડળ માટે યોજાનાર મતદાન પહેલા બની છે. મતદાન પહેલા પીએનસી-પીપીએમના સરકાર સમર્થિત સાંસદો, પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના નેતૃત્વવાળી એમડીપીના વિરોધમાં ઉતરી આવ્યા હતા. સ્થાનિક ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ વિપક્ષી દળે મુઈજ્જૂ મંત્રીમંડળના ચાર સભ્યોની મંજૂરી અટકાવ્યા બાદ હોબાળો મચ્યો છે.
આ પણ વાંચો: GSTમાં કૌભાંડોનો પડઘો વડાપ્રધાન કાર્યાલય સુધી પડ્યો, દિલ્હીથી ટાસ્ક સાથે IAS આવશે!
માલદીવની સંસદમાં મારમારીનો વીડિયો વાયરલ
એક સમાચાર ચેનલે ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં એમડીપી સાંસદ ઈસા અને પીએનસી સાંસદ અબ્દુલ્લા શહીમ અબ્દુલ હકીમને મારતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, શહીમે ઈસાનો પગ પકડી લીધો, જેના કારણે તેઓ જમીન પર પડી ગયા અને ત્યારબાદ ઈસાએ શાહિમના ગળા પર લાત મારી, વાળ ખેંચ્યા. ઘટનામાં ઈજાગ્રસ્ત સાંસદ શહીમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.