શું તમને ખબર છે તમારા ફોનનો ઉપયોગ કોઈ અન્ય પણ કરી શકે છે…
અમદાવાદ, 29 જાન્યુઆરી : શું તમારા પોકેટમાં રાખેલા ફોનનો ઉપયોગ કોઈ અન્ય કરી શકે છે? ઘણી વખત માર્કેટમાં એક જ IMEI નંબરવાળા બે ફોન ઉપલબ્ધ હોય છે. હવે સવાલ એ થાય છે કે આ ફોન ક્લોનિંગ કેવી રીતે થાય છે? આ માટે વપરાશકર્તાઓ પણ જવાબદાર છે. કેટલાક ફીચર્સના લોભને કારણે યુઝર્સ તેનો શિકાર બને છે. ચાલો જાણીએ આ ફોન ક્લોનીંગ કેવી રીતે થાય છે?
શું તમને લાગે છે કે તમારા ફોનનો ઉપયોગ ફક્ત તમે જ કરો છો? હેકર્સ તમારા ફોનને ખૂબ જ સરળતાથી ક્લોન કરી શકે છે. ઘણા લોકો આ પ્રકારની સમસ્યાથી પરેશાન છે. એક આઇફોન યુઝરે માહિતી આપી છે કે તેનો ફોન કેવી રીતે ક્લોન કરીને ઉપયોગ કરવામાં આવે છે. તેના ફોન પર કોલ આવતા નથી કે જતા નથી. પરંતુ, તે તેના ફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. એક રાત્રે તેના ફોન પર એવું નોટિફિકેશન પણ આવ્યું હતું કે ફોન એક્ટિવેટ છે.
અન્ય કોઈ ફોનનો ઉપયોગ કરે છે?
આ સિવાય છેલ્લા બે વર્ષમાં યુઝર સાથે આવી ઘણી ઘટનાઓ બની જે શંકાસ્પદ હતી. યુઝરના કહેવા પ્રમાણે, એવું લાગે છે કે તેના iPhone ના ક્રેડેન્શિયલ્સ બીજા કોઈના હાથમાં આવી ગયા છે અને તેનો ઉપયોગ ક્લોન કરેલા iPhone પર કરવામાં આવી રહ્યો છે. યુઝરે લખ્યું કે તેને ડર છે કે જેની પાસે તેના ફોનની વિગતો છે તે તેનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યો હશે.
ઉપકરણને ક્લોન કરનાર વ્યક્તિ પાસે વપરાશકર્તાના લોગિન ક્રેડેન્શિયલ્સ, વ્યવસાયીક માહિતી અને IMEI વિગતો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે યુઝરનો ફોન કેવી રીતે ક્લોન થયો? જેલબ્રેક અને રૂટ (Android ફોન) ફોનને ક્લોન કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. ઘણા લોકો આઇફોનનો ઉપયોગ તેને જેલબ્રેક કરીને કરે છે.
કેવી રીતે થાય છે આ કામ?
જ્યારે કોઈ વ્યક્તિ જેલબ્રેક કરીને ફોનનો ઉપયોગ કરે છે, તેને ઘણી એવી સુવિધાઓની ઍક્સેસ મળે છે જે સામાન્ય રીતે ઉપલબ્ધ નથી હોતી. તે એન્ડ્રોઇડ ફોન રૂટ કરવા જેવું જ હોય છે. જો તમે તમારા ફોનને રૂટ કરીને અથવા જેલબ્રેક કરીને તેનો ઉપયોગ કરો છો, તો તમારા ઉપકરણો ક્લોન થઈ જશે. જો તમે ઈચ્છો છો કેતમારા ઉપકરણો ક્લોન ન થાય, તો તમારા ફોનનો સ્ટેન્ડર્ડ રીતે જ ઉપયોગ કરવો. તમારે વધુ સુવિધાઓના લોભમાં તમારા ફોનને જેલબ્રેક ન કરવો જોઈએ.
આ પણ વાંચો : તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને સુરક્ષિત અને સિક્યોર રાખતી Passkey શું છે?