નીતીશકુમારે 9મી વખત સીએમ તરીકે શપથ લીધા, ભાજપના બે નેતા નાયબ મુખ્યપ્રધાન બન્યા
- નીતીશકુમારે નવમી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા અને સમ્રાટ ચૌધરી, વિજય સિંહાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. હવે બિહારમાં NDA ગઠબંધનની સરકાર બની છે
પટના, 28 જાન્યુઆરી: બિહારમાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલ વચ્ચે નીતીશકુમારે એનડીએ સાથે ગઠબંધન કરી આજે 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ સાથે જ બીજેપી નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાએ બિહારના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. નીતીશકુમાર સહિત ચાર નેતા JDUના, ત્રણ નેતા બીજેપીના, એક નેતા HAMના અને એક અપક્ષનેતા. એમ ટોટલ 8 મંત્રીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
નીતીશ કુમારે નવમી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા
#WATCH नीतीश कुमार ने बिहार के मुख्यमंत्री पद की शपथ ग्रहण की।#BiharPolitics pic.twitter.com/cRUhtsUBbd
— ANI_HindiNews (@AHindinews) January 28, 2024
બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ બિહારના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
#WATCH पटना: सम्राट चौधरी ने बिहार के उप मुख्यमंत्री की शपथ ली।
बिहार के राज्यपाल राजेंद्र अर्लेकर ने सम्राट चौधरी को शपथ दिलाई।#BiharPolitics pic.twitter.com/hiGEL0YiRV
— ANI_HindiNews (@AHindinews) January 28, 2024
- બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ બિહારના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. તેઓ કુશવાહા જાતિના છે અને બિહાર ભાજપના અધ્યક્ષ પણ છે. બિહારના દિગ્ગજ નેતા શકુની ચૌધરીના પુત્ર છે.
વિજય સિંહાએ બિહારના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
#WATCH पटना: विजय कुमार सिन्हा ने बिहार के उप मुख्यमंत्री पद की शपथ ली।
बिहार के राज्यपाल राजेंद्र अर्लेकर ने सम्राट चौधरी को शपथ दिलाई। #BiharPolitics pic.twitter.com/FbWiYfmG6f
— ANI_HindiNews (@AHindinews) January 28, 2024
- સમ્રાટ ચૌધરીની સાથે વિજય સિંહાએ પણ બિહારના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. તેઓ લખીસરાય સીટથી ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂટાયા છે. તેઓ ભૂમિહાર જાતિમાંથી આવે છે. તેઓ અગાઉની સરકારમાં શ્રમ સંસાધન મંત્રી રહી ચૂક્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા
बिहार में बनी एनडीए सरकार राज्य के विकास और यहां के लोगों की आकांक्षाओं को पूरा करने के लिए कोई कोर-कसर नहीं छोड़ेगी। @NitishKumar जी को मुख्यमंत्री और सम्राट चौधरी जी एवं विजय सिन्हा जी को उप मुख्यमंत्री पद की शपथ लेने पर मेरी बहुत-बहुत बधाई।
मुझे विश्वास है कि यह टीम पूरे…
— Narendra Modi (@narendramodi) January 28, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોમ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી નીતીશકુમાર તેમજ બિહારને મળેલા નવા બે ડેપ્યુટી સીએમને અભિંનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો: બિહારમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે લાલુ યાદવના સંતાનોએ આપી પ્રતિક્રિયા, શું કહ્યું?