બિહાર: નીતીશ કુમારના એનડીએમાં જોડાવાથી એક બાજુ વિરોધ તો બીજી બાજુ સમર્થન
પટના, 28 જાન્યુઆરી: બિહારમાં મોટી રાજકીય ઊથલપાથલ થઈ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આરજેડી સાથેનું ગઠબંધન તોડી નાખ્યું છે અને ફરી એકવાર નીતીશ કુમાર એનડીએ ગઠબંધનની સાથે જોડાયા છે. નીતિશના ગઠબંધન તોડતાં જ બિહારના હાજીપુરમાં લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ પટનામાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને નીતીશ કુમારના પોસ્ટરો લગાવી તેમના નિર્ણયને સમર્થન કરવામાં આવી રહ્યું છે.
બિહારના હાજીપુરમાં નીતીશ કુમારના નિર્ણયનો લોકો કરી રહ્યા છે વિરોધ, જૂઓ વીડિયો
#WATCH | Hajipur: People protest against Bihar acting CM Nitish Kumar as he joined BJP-led NDA. pic.twitter.com/1lW4P1r55X
— ANI (@ANI) January 28, 2024
- વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો નીતીશ કુમારના નિર્ણયથી નારાજ છે અને નીતિશ કુમારનું પુતળુ બનાવી ‘નીતીશ કુમાર હાય હાય’ના નારા લગાવી રહ્યા છે.
પટનામાં લોકો પોસ્ટરો લગાવી નીતીશ કુમારના નિર્ણયને સમર્થન કરી રહ્યા છે, જૂઓ વીડિયો
#WATCH | Poster featuring Nitish Kumar that reads “Nitish sab ke hain” put up near the CM’s residence in Patna after Nitish Kumar today resigned as CM and joined the BJP-led NDA bloc#BiharPolitics pic.twitter.com/W3XvLggto7
— ANI (@ANI) January 28, 2024
- આ વીડિયો પટના મુખ્યમંત્રી નિવાસ સ્થાનનો છે. જ્યાં લોકો દ્વારા નીતીશ કુમારને અભિનંદન આપતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે કે, “નીતીશ સબકે હૈ”.
નીતીશ કુમાર ફરી બનશે બિહારના મુખ્યમંત્રી
નીતીશ કુમારે આરજેડી સાથે ગઠબંધન તોડીને ફરી એકવાર એનડીએ ગઠબંધન સાથે જોડાઈ ગયા છે. એક તરફ નીતીશ કુમારે પોતાના પદેથી રાજ્યપાલને રાજીનામું સોંપ્યું તો બીજી તરફ તેમના શપથગ્રહણની તૈયારીઓ પણ તેજ થઈ ગઈ છે. નીતીશ કુમાર હવે બીજેપી અને અન્ય સહયોગીઓ સાથે ફરી એકવાર બિહારના સીએમ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: બિહારમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે લાલુ યાદવના સંતાનોએ આપી પ્રતિક્રિયા, શું કહ્યું?