ટ્રેન્ડિંગનેશનલ

પરિવારજનો જેના અંતિમ સંસ્કાર કરીને આવ્યા હતા, તેનો જ ફોન આવ્યોઃ મને લઈ જાવ

  • આંધ્રપ્રદેશના વિજયવાડામાં ગોદાવરી જિલ્લામાં વિચિત્ર ઘટના બની
  • મૃત માણસનો ફોન આવતા પરિવારજનો ડરી ગયા અને આઘાત લાગ્યો

વિજયવાડા, 28 જાન્યુઆરી: આંધ્રપ્રદેશના વિજયવાડામાં શુક્રવારે પૂર્વ ગોદાવરી જિલ્લાના રંગમપેટ મંડલના વીરમપાલેમથી વિચિત્ર ઘટના બહાર આવી છે. જેમાં પરિવારજનો જેના અંતિમ સંસ્કાર કરીને આવ્યા હતા, તેનો જ પરિવારજનોને ફોન આવ્યો કે “મને લઈ જાવ.” એક માણસના સગા-સંબંધીઓ, જેની સળગી ગયેલી ‘બોડી’ શંકાસ્પદ સંજોગોમાં ખેતીના ખેતરમાંથી મળી આવી હતી અને પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી, જ્યારે તે ‘મૃત’ માણસનો તેઓને(સબંધીઓ) ફોન આવ્યો ત્યારે તેમના જીવનને આઘાત લાગ્યો હતો.

સબ-ઇન્સ્પેક્ટર પી. વિજયકુમાર બનાવ વિશે શું જણાવ્યું?

રંગમપેટ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર પી. વિજયકુમારે જણાવ્યું હતું કે, ગ્રામજનોને શુક્રવારે સવારે અનાજના વેપારી કેતામલ્લા પુસૈયાના ખેતરમાં આવેલા વીજળીના ટ્રાન્સફોર્મર પાસે એક સંપૂર્ણપણે બળી ગયેલી લાશ મળી આવી હતી. મૃતદેહની નજીકથી પુસૈયાના પગરખાં પણ મળી આવ્યાં હતાં, જેના કારણે ગ્રામજનોએ એવું માન્યું હતું કે અનાજના વેપારીની કોઈએ હત્યા કરી છે.

મૃતકે તેના સંબંધીઓને ફોન કરીને જાણ કરી કે તે જીવિત છે

ગ્રામજનોએ મૃતદેહ મળતાં તરત જ તેના સંબંધીઓને જાણ કરી અને પોલીસને પણ બોલાવી, જેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો. જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, ત્યારે પુસૈયાના સંબંધીઓને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, જે પુસૈયા હોવાનું બહાર આવ્યું.

હું જીવિત છું મને લઈ જાવ: કથિત મૃતક

પુસૈયાએ સબંધીઓને જાણ કરી કે તે જીવિત છે અને તેને લઈ જવા કહ્યું. જ્યારે તેઓ પુસૈયાએ આપેલા સરનામે ગયા, ત્યારે તેમણે તેને કહ્યું કે, તેણે ગુરુવારે રાત્રે ત્રણ અજાણ્યા યુવકોને શરીર પર પેટ્રોલ રેડતા અને આગ લગાડતા જોયા હતા. જ્યારે તેણે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ તેની પર હુમલો કર્યો અને તેના પગરખાં સળગતા શરીરની નજીક છૂટી ગયા અને ત્યારબાદ યુવકો તેને ઓટોમાં ક્યાંક લઈ ગયા.

પુસૈયાએ દાવો કર્યો હતો કે, જ્યારે તેને માર મારવામાં આવ્યો હતો ત્યારે તે બેહોશ થઈ ગયો હતો. જ્યારે તે ફરીથી ભાનમાં આવ્યો, ત્યારે તેણે પોતાને રાજામહેન્દ્રવરમ ગ્રામીણ મંડળમાં પિડીમગોયા નજીકના એક ખેતીના ખેતરમાં પડેલો જોયો. તેણે એમ પણ કહ્યું કે, તેણે તેમને એક રાહદારીના ફોન પરથી ફોન કર્યો હતો. જે બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે સળગેલી લાશની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

આ પણ જુઓ: વિમાનને ઉડાવાની ધમકી આપનાર બ્રિટિશ-ભારતીય વિદ્યાર્થી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર

Back to top button