ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં માસી-ફઈના દિકરાઓએ બહેન સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી

રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. કોઠારીયા રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતી 21 વર્ષીય યુવતીને તેના માસી અને ફઈના દિકરાઓએ હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચી ગઈ છે.
યુવતી એકલી હોય ત્યારે ઘરે આવતા અને વારાફરતી દેહ પિંખતા
મળતી માહિતી મુજબ, 21 વર્ષીય યુવતીએ રાજકોટ મહિલા પોલીસ મથકે માસીના દીકરા ધ્રુવ જેઠુરભાઇ હુંબલ અને ફઈના દીકરા રાજેશ ખીમાભાઇ બકુત્રા સામે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતુ કે, તે પરિવાર સાથે છેલ્લા દસ વર્ષથી રાજકોટમાં વસવાટ કરે છે. ધ્રુવ અને રાજેશ તેના કૌટુંબિક માસી-ફઈના દીકરા ભાઇઓ થાય છે. આથી તેને વર્ષોથી ઓળખતા હોય અને બન્નેના પરિવારજનો સાથે ઘર જેવા સંબંધ હોય આવવા-જવાનો વ્યવહાર પણ છે. આરોપી ધ્રુવ અને રાજેશ છેલ્લા ચારેક વર્ષથી જ્યારે યુવતીના ઘરમાં કોઇ ન હોય ત્યારે એકલતાનો લાભ ઉઠાવી તેના ઘરે વારાફરતી જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધતા હતા. તેમજ જો યુવતી તેનો વિરોધ કરે તો પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતા હતા.
જબરદસ્તી બાદ માસિકના દિવસો ચડતા બંનેસ કોઈક દવા પીવડાવી દીધી
દરમિયાન બે મહિના અગાઉ યુવતીના કૌટુંબિક કાકાનું અવસાન થયું હોય યુવતીના પરિવારજનો તેના ઘરે જતા હોય ત્યારે યુવતી એકલી હતી. આ દરમિયાન રાજેશ અને ધ્રુવ સાથે આવી યુવતી ઉપર દુષ્કર્મ આચરતા હતા. દરમિયાન યુવતીને માસિકના દિવસો ચડતા હોય જે અંગેની જાણ રાજેશ અને ધ્રુવને થઇ જતા બન્ને કોઇક દવા લઇ આવ્યા હતા અને તે દવા યુવતીને બળજબરીપૂર્વક પીવડાવી દીધી હતી. દવા પીવડાવ્યા બાદ યુવતી ચારથી પાંચ દિવસમાં માસિકમાં આવી જતા તેણે પોતાના પરિવારજનોને જાણ કરતા યુવતી અને તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ અર્થે ગયા હતા.
તબીબોએ યુવતીને દોઢ મહિનાનો ગર્ભ હોવાનું કહેતા પગતળેથી જમીન સરકી ગઈ
દરમ્યાન તબીબોએ યુવતી ગર્ભવતી હોવાનું અને તેને દોઢ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. આ બાબત સાંભળી યુવતીના માતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી અને બન્ને પરત ઘરે આવી ગયા હતા. ત્યારબાદ પરિવારજનોની હાજરીમાં ગર્ભવતી થવા અંગે પૂછતા યુવતીએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી. આ બનાવ અંગે યુવતીના પિતાએ તુરંત જ રાજેશના માતા-પિતાને ઘરે બોલાવી તમામ હકિકત જણાવતા રાજેશે બન્ને પરિવારજનોની વચ્ચે યુવતીને ખોટુ બોલતી હોવાનું કહ્યા બાદ તેણે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની કબૂલાત આપી ફડાકો ઝીંકી લીધો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો.
રાજેશ બાદ ધ્રુવ પણ ગુમ થયો, યુવતીના પિતાને ફોન કરી ભૂલ થઈ ગયાનું કહ્યું
દરમિયાન આ બાબત અંગે ધ્રુવને જાણ થતાં તે પણ ઘરેથી ગુમ થઇ ગયો હતો. જે બાદ ધ્રુવે અજાણ્યા નંબર ઉપરથી યુવતીના પિતાને ફોન કરી પોતાની ભૂલ થઇ ગઇ હોવાનું અને માફ કરી દેવાનું કહ્યું હતુ. આ ઘટનામાં આરોપી રાજેશના પરિવારજનો તેમજ તેમના સગા-સંબંધીઓ દ્વારા યુવતીના પિતા અને પરિવારજનોને ફોન કરી અવાર-નવાર સમાધાન કરી લેવા સમજાવ્યું હતું. તેમજ દબાણ પણ કરવામાં આવતું હતું. પરંતુ આખરે પરિવારજનોએ યુવતીને હિંમત આપતા આ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી રાજેશ અને ધ્રુવની શોધખોળ હાથ ધરી છે.
Back to top button