ટોપ ન્યૂઝવર્લ્ડ

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ : સંયુક્ત રાષ્ટ્રની એજન્સીને મળતું ફંડ રોકી દેવાનો 6 દેશો ઉપર આરોપ

નવી દિલ્હી, 28 જાન્યુઆરી : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા સહિત 6 દેશોએ સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીને મળતું ફંડ બંધ કરી દીધું છે. ઈઝરાયેલે UNRWA નામની સંસ્થાના 12 કર્મચારીઓ પર 7 ઓક્ટોબરના હુમલામાં હમાસના આતંકવાદીઓ સાથે સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ઈઝરાયેલના આરોપો બાદ શુક્રવારે એજન્સીએ તે કર્મચારીઓની તપાસ શરૂ કરી અને તમામને બરતરફ કરી દીધા હતા.

શું છે UNRWA નામની સંસ્થાની કામગીરી ?

UNRWA ની સ્થાપના 1948 ના યુદ્ધના શરણાર્થીઓને મદદ કરવા માટે કરવામાં આવી હતી અને તે ગાઝા, વેસ્ટ બેંક, જોર્ડન, સીરિયા અને લેબનોનમાં પેલેસ્ટિનિયનોને શિક્ષણ, આરોગ્ય અને માનવતાવાદી સહાય પૂરી પાડે છે. તે ગાઝાની 2.3 મિલિયનની વસ્તીના લગભગ બે તૃતીયાંશને સેવા આપે છે અને 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસને ખતમ કરવા ઇઝરાયેલ દ્વારા શરૂ કરાયેલા યુદ્ધ દરમિયાન મુખ્ય સહાયની ભૂમિકા ભજવી છે. હવે ઈઝરાયલના આરોપોને પગલે બ્રિટન, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, ફિનલેન્ડ, યુનાઈટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ગાઝાના સમર્થનમાં એજન્સીને ફંડ આપવાનું બંધ કરી દીધું છે.

શું કહ્યું ઇઝરાયેલના વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝેએ ?

એજન્સીના ભંડોળની સમાપ્તિ પર ખુશી વ્યક્ત કરતા ઇઝરાયેલના વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે ગાઝાના પુનઃનિર્માણમાં શાંતિ અને વિકાસ માટે ખરેખર સમર્પિત એજન્સીઓ દ્વારા UNRWA ને બદલવામાં આવે. જ્યારે યુએનના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકને કેટ્સની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે રેટરિક પર પ્રતિક્રિયા આપી રહ્યા નથી. એકંદરે, UNRWA નો રેકોર્ડ ઘણો સારો છે, જેનો અમે વારંવાર પુનરોચ્ચાર કર્યો છે.

‘ફંડિંગ રોકવાનો નિર્ણય ચોંકાવનારો છે’

ઉલ્લેખનીય છે કે, UNRWA કમિશનર-જનરલ ફિલિપ લાઝારિનીએ કહ્યું કે નવ દેશોના નિર્ણયથી સમગ્ર ક્ષેત્રમાં, ખાસ કરીને ગાઝામાં તેના માનવતાવાદી કાર્ય માટે મોટો ખતરો છે. તેણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સ્ટાફના નાના જૂથ સામેના આક્ષેપોના જવાબમાં એજન્સીનું ભંડોળ કાપવામાં આવ્યું તે જોવું આઘાતજનક છે, તેમ છતાં અમે UNRWA ના કરારને સમાપ્ત કરીને અને તે તમામ સ્ટાફ સામે તપાસ શરૂ કરીને તાત્કાલિક પગલાં લીધાં છે.” UNRWA એ ભૂતકાળમાં પણ આવા આરોપોને ફગાવી દીધા છે. મહત્વનું છે કે, પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે આ સમગ્ર મામલે ઈઝરાયેલની ટીકા કરી છે અને હમાસે ઝાયોનિસ્ટ દુશ્મન પાસેથી મળેલી માહિતીના આધારે કર્મચારીઓને બરતરફ કરવાના નિર્ણયની નિંદા કરી છે.

Back to top button