- વલસાડ અને દમણમાં પણ તાપમાન 13 ડિગ્રી
- લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે
ગુજરાત રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થયો છે. જેમાં સૌથી ઓછું તાપમાન નલિયા શહેરમાં નોંધાયુ છે. તેમજ ગાંધીનગર અને કેશોદમાં 11 ડિગ્રી તાપમાન રહેતા શહેર ઠંડુગાર બન્યુ છે. ડિસા, ભુજ અને કંડલામાં તાપમાન 12 ડિગ્રી તેમજ રાજકોટમાં પણ 12 ડિગ્રી, મહુવામાં 13 ડિગ્રી તાપમાન રહ્યું છે.
લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો
કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન અંગેની વાત કરતા હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયુ છે. નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન અંગે વાત કરતા તેમણે જણાવ્યુ કે, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે તેમણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યુ છે.
વલસાડ અને દમણમાં પણ તાપમાન 13 ડિગ્રી
વલસાડ અને દમણમાં પણ તાપમાન 13 ડિગ્રી સાથે અમદાવાદ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તથા ભાવનગર અને દિવમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યમાં હાલ ઠંડી અને ગરમી બંને ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે અને રાતે ઠંડીનો ચમકારો જોવા મળે છે જ્યારે બપોરે ગરમી લાગે છે. આવી પરિસ્થિતિમાં ગઇકાલે હવામાન વિભાગે આગામી પાંચ દિવસના ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી હતી.
આગામી પાંચથી છ દિવસ લઘુતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહિ
રાજ્યમાં આગામી 5 દિવસ કેવું વાતાવરણ રહેશે તેને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ રાજ્યનું વાતાવરણ ડ્રાય રહેશે. રાજ્યમાં વરસાદની શક્યતા નથી. લઘુતમ તાપમાનમાં ફેર નહીં પડે, નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 11.8 ડિગ્રી અને અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઇ શક્યતા નથી. રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. આગામી પાંચથી છ દિવસ લઘુતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહિ.