ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નીતિશ કુમાર આજે બિહારના CM તરીકે આપી શકે છે રાજીનામું, સાંજે શપથ ગ્રહણ

  • બિહારના રાજકારણમાં આજે મોટી ઊથલપાથલની શક્યતા
  • ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા શપથ ગ્રહણમાં આપી શકે છે હાજરી

પટના, 28 જાન્યુઆરી: બિહારના રાજકારણમાં આજે મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે. હાલ મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે રાજીનામું આપી શકે છે અને સાંજે 5 વાગ્યે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) પાર્ટીમાંથી બિહારના સીએમ તરીકે શપથ લઈ શકે છે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. બિહારમાં કોર ગ્રુપની બેઠક બાદ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે, પહેલા નીતીશ કુમારે રાજીનામું આપવું જોઈએ, પછી ભાજપ પોતાનું સ્ટેન્ડ જાહેર કરશે. આજે ફરી ભાજપની બેઠક છે. બદલાતા રાજકારણમાં જીતનરામ માંઝીએ સોદાબાજીની રાજનીતિ શરૂ કરી છે. NDAને સમર્થન આપવાના બદલામાં તેઓએ બે મંત્રાલયોની માગણી કરી છે. માંઝીના ઘરની બહાર એક પોસ્ટર લાગેલું છે, જેમાં લખ્યું છે કે, બિહારમાં વસંત છે, માંઝી વગર બધું નકામું છે.

સીએમ નીતિશે આજે રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યોઃ સૂત્રો

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે સવારે રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો છે. સૂત્રોને ટાંકીને આ માહિતી બહાર આવી છે. જ્યારે નીતિશ કુમાર ફરી સાંજે સીએમ તરીકે શપથ લેશે ત્યારે ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે. નીતિશ કુમાર આજે RJD પાર્ટી તરફના CM તરીકે રાજીનામું આપી શકે છે અને સાંજે 5 વાગ્યે ભાજપ ભાજપના નેતૃત્વવાળી NDA પાર્ટી તરફથી બિહારના સીએમ તરીકે શપથ લઈ શકે છે.

આજે શું-શું થઈ શકે છે?

અહેવાલ મુજબ, આ મામલાની જાણકારી ધરાવતા એક વ્યક્તિએ કહ્યું કે, ‘એવી સંભાવના છે કે ભાજપ અને JDU ધારાસભ્યો રવિવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળે. જો નીતીશ કુમાર NDA સાથે આગળ વધવાની યોજના રાખે છે તો બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં વિભાગો અને પદોની વહેંચણી અંગે સર્વસંમતિ થઈ શકે છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જેડીયુ સાથે જોડાયેલા એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે, ‘ભાજપ સાથે ગઠબંધન હવે માત્ર ઔપચારિકતા છે. રવિવારે મળનારી બેઠકમાં ભાજપ સાથે જશે તો પ્રસ્તાવને અપનાવવામાં આવશે. નવી સરકાર રવિવાર કે શનિવારે બની શકે છે. જેડીયુના અન્ય ધારાસભ્યએ કહ્યું કે, ‘અમે નીતીશ કુમારની સાથે છીએ.’ આવી સ્થિતિમાં નીતીશ કુમાર આજે રાજીનામું આપે તેવી પૂરી શક્યતા છે. આ પછી નવી સરકારની રચના માટે દાવો રજૂ કરવામાં આવશે.

નીતિશ કુમારના પક્ષ બદલવા અંગે આરજેડી તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એકવાર નીતીશ કુમાર પોતાનું પગલું ભરશે એટલે RJD તેના દરવાજા ખોલશે. કોંગ્રેસ પણ નીતીશ કુમારને મનાવવાનો પ્રયાસ કરી રહી છે જે સદંતર નિષ્ફળ જણાઈ રહી છે. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક RJD પર નિર્ભર છે. આવી સ્થિતિમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બનશે.

આ પણ જુઓ :બિહારના રાજકારણ માટે કાલનો રવિવાર ‘સુપર સન્ડે’, નીતિશ કુમારનું 9મી વખત CM બનવાનું નક્કી

Back to top button