નવી દિલ્હી, 27 જાન્યુઆરી : ગત 24 જાન્યુઆરીએ બિહારના દરભંગાથી દિલ્હી આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર આવ્યા બાદ ગભરાટ ફેલાયો હતો. દરભંગા એરપોર્ટ ઓથોરિટીને કરવામાં આવેલા કોલમાં કહેવામાં આવ્યું હતું કે ફ્લાઈટની અંદર બોમ્બ રાખવામાં આવ્યો હતો. તેમાં હાજર લોકો ધડાકામાં ઉડી જશે. આ પછી એરપોર્ટ ઓથોરિટી એક્શનમાં આવી હતી. દિલ્હી પોલીસ અને સીઆઈએસએફને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. લેન્ડિંગ બાદ જ્યારે ફ્લાઈટની તપાસ કરવામાં આવી ત્યારે કોલ ફેક હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ બોમ્બ મળ્યો નથી. જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગુસ્સામાં આવી જતા કોલ કર્યો હતો
આ કેસમાં તપાસ બાદ પોલીસે 27 જાન્યુઆરીએ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ જય કૃષ્ણ કુમાર મહેતા (ઉ.વ.25) તરીકે થઈ છે. તે બિહારનો રહેવાસી છે. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન, આરોપીએ જણાવ્યું કે તે વિલંબને કારણે તેની ફ્લાઇટ ચૂકી ગયો હતો. આ પછી ગુસ્સામાં તેણે ફેક કોલ કરીને બોમ્બ હોવાની માહિતી આપી હતી. આ પછી દરભંગા એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
ફ્લાઈટ મોડી કરવા તરકીબ અજમાવી
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, IGI એરપોર્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ 24 જાન્યુઆરીએ દરભંગાથી દિલ્હી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બની ધમકી આપતો નકલી કોલ કરવા બદલ જય કૃષ્ણ કુમાર મહેતાની ધરપકડ કરી છે. તેણે કહ્યું કે વિલંબને કારણે તેણે આ કોલ કર્યો હતો. તેણે ફ્લાઈટ મોડી કરવા માટે ફેક કોલ કર્યો હતો. પરંતુ તે પહેલા જ ફ્લાઈટ ટેક ઓફ કરી ચૂકી હતી. આ પછી આઈજીઆઈ એરપોર્ટને જાણ કરવામાં આવી હતી. ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.