હીરોએ રજૂ કર્યું મલ્ટી પર્પઝ થ્રી વ્હીલર, 3 મિનિટમાં થ્રી વ્હીલરમાંથી થઈ જાય છે 2 વ્હીલર, જૂઓ વીડિયો
HD ન્યૂઝ ડેસ્ક, 27 જાન્યુઆરી: Hero MotoCorp એ એક એવું ઇલેક્ટ્રિક વાહન રજૂ કર્યું છે કે જે થ્રી-વ્હીલર અને ટુ-વ્હીલર બંને તરીકે કામ કરે છે. તમને નવાઈ લાગશે કે એમ કેવી રીતે એક જ વાહન થ્રી-વ્હીલર અને ટુ-વ્હીલર બંને કામ કરી શકે. પરંતુ ખરેખર આ સાચુ છે. Hero MotoCorpએ એવું ઇલેક્ટ્રિક વાહન રજૂ કર્યું છે કે તે થ્રી-વ્હીલરમાંથી 3 જ મિનિટમાં ટુ-વ્હીલર સ્કૂટરમાં બદલી શકાય છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં પ્રકાશમાં આવ્યો છે. હીરોએ આ ઇલેક્ટ્રિક વાહનનું નામ ‘SURGE’ આપ્યું છે.
હીરોએ જયપુરમાં યોજાયેલ Hero World 2024માં Surge S32 (Surge) મલ્ટી પર્પજ થ્રી-વ્હીલરનું કોન્સેપ્ટ મોડલ રજૂ કર્યું છે. તે થ્રી-વ્હીલર તેમજ ઇલેક્ટ્રિક સ્કૂટર તરીકે કામ કરી શકે છે. આ સ્કૂટરને થોડીવારમાં થ્રી વ્હીલર સાથે જોડી અને અલગ કરી શકાય છે.
અહીં જૂઓ વીડિયો:
View this post on Instagram
સ્કૂટર થ્રી-વ્હીલરની અંદર જ ફિટ થઈ જાય છે
વીડિયોમાં જોઈ શકાય છે કે થ્રી-વ્હીકલમાંથી સરળ રીતે તેને ટુ-વ્હીલર(સ્કૂટર) કરી શકાય છે. આ ઇલેક્ટીક વાહન SURGE S32 શ્રેણીનું છે.
માત્ર ત્રણ જ મિનિટમાં થ્રી-વ્હીલરથી ટુ-વ્હીલરમાં કન્વર્ટ થઈ જાય છે
કંપનીના જણાવ્યા અનુસાર થ્રી-વ્હીલરથી ટુ-વ્હીલરમાં કન્વર્ટ થવામાં 3 મિનિટનો સમય લાગે છે. કંપની આ સીરીઝના કુલ 4 વેરિઅન્ટ, S32 PV, S32 LD, S32 HD અને S32 FB લોન્ચ કરશે. S32 LD ને Hero World 2024 માં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
60 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળશે
SURGE S32 શ્રેણીના થ્રી-વ્હીલર અને ટુ-વ્હીલર અલગ-અલગ ટોપ સ્પીડ આપે છે. જ્યારે તે S32 LD થ્રી-વ્હીલર છે, ત્યારે તેને 10 Kw નો પાવર મળે છે. આ માટે તેને 11 Kwhની બેટરી સાથે જોડવામાં આવી છે. તેની મહત્તમ ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. તે ઉપરાંત જ્યારે તે ટુ-વ્હીલરમાં ચલાવવામાં આવે ત્યારે તેને 3 Kw નો પાવર મેળવે છે. આ માટે તેને 3.5 Kwh બેટરી સાથે જોડવામાં આવી છે. તેની મહત્તમ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે.
આ પણ વાંચો: દમદાર ગાડીઓ પછી હવે ટાટા ગ્રુપ બનાવશે હેલિકોપ્ટર