અયોધ્યા રામ મંદિરમાં કાર્ટૂન દ્વારા PM મોદીના 75 કાર્યોને રજૂ કરતા પ્રથમ મેગેઝિનનું વિમોચન
ડીસા (બનાસકાંઠા), 27 જાન્યુઆરી: દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવા અનેક કામ કર્યા છે જેની સફળતાની ગાથા આખી દુનિયામાં ગુંજી રહી છે. વિશ્વમાં પ્રથમ વખત ડીસાના વતની હાર્દિક હુંડિયાએ પીએમ મોદીના વિકાસ કાર્યોને એક ખાસ રીતે લોકો સમક્ષ રજૂ કર્યા છે. આ વિશેષ મેગેઝિન ‘મોદી રાજ મેં હાર્દિક’ દ્વારા તેમણે પીએમ મોદીના 75 વિકસિત કાર્યોને કાર્ટૂન દ્વારા લોકો સમક્ષ રજૂ કર્યા છે. ખાસ વાત એ છે કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે અયોધ્યામાં આ મેગેઝિનનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ મેગેઝિનના રચયિતા હાર્દિક હુંડિયાએ કહ્યું, પીએમ મોદીના 75 કાર્યોને કાર્ટૂન દ્વારા દેશની જનતા સમક્ષ લઈને આવ્યા છીએ.
આ મેગેઝીન પીએમ મોદીને પણ અપાઈ
હાર્દિક હૂંડિયાએ ‘મોદી રાજ મેં હાર્દિક’ મેગેઝીનને વિદ્યાની દેવી માતા સરસ્વતીને હૃદયપૂર્વક અર્પણ કર્યું હતું. બીજી નકલ જોગેશ્વરી નેશનલ હાઈવે પર ભગવાન રામના મંદિરે જઈને ભગવાન રામના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી. ત્યાં ભગવાન રામની મૂર્તિને સોનાના ફૂલ અને ત્રિરંગાનો ખેસ અર્પણ કરવામાં આવ્યો હતો. હાર્દિક હુંડિયાએ કહ્યું, “આ અમારા માટે અમૂલ્ય ક્ષણ છે.” અને સૌથી ખાસ, આ ત્રીજી નકલને પીએમ મોદીને આપવામાં આવી હતી.
કાર્ટૂનિસ્ટ રાજ પાટીલે 75 કેરીકેચર્સ તૈયાર કર્યા છે
હાર્દિક હુંડિયાએ જણાવ્યું કે કાર્ટૂનિસ્ટ રાજ પાટીલે 75 કેરીકેચર્સ તૈયાર કર્યા છે. પીએમ મોદીના કાર્યોને લઈને દુનિયાને સકારાત્મક સંદેશો આપવામાં આ વ્યંગચિત્રો એકથી એક ચડિયાતા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, કપિલ પાટીલ, મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર બાવન કુલે, સ્મિતા સાલસ્કર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી, હીરા બજારના મેન ઓફ ધ મિલેનિયમ ભરત શાહને આ પુસ્તક અપાયું હતું.
આ ઉપરાંત, યુવા ઉદ્યોગપતિ મૌલિક શાહ, આશિષ કોઠારી, વરિષ્ઠ સરકારી અધિકારી સમીર વાનખેડે, વરિષ્ઠ ધારાશાસ્ત્રી પંકજ બાફના, ફિલ્મ અભિનેતા મુકેશ ઋષિ, વરિષ્ઠ પત્રકાર પ્રેમ શુક્લા, બાલા કૃષ્ણન, બ્રાઈટવાળા યોગેશ લખાણી, સમાજસેવી રાકેશ કોઠારી જેવા મહાનુભાવોનાં હસ્તે અલગ-અલગ વ્યંગચિત્રનું વિમોચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: વિશ્વ હિન્દુ પરિષદે જ્ઞાનવાપીમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિની પૂજા કરવા કરી માંગ