ટ્રેન્ડિંગનેશનલ

“બિહાર મેં ખેલ હોના અભી બાકી હૈ” તેજસ્વી યાદવે કેમ આવું કહ્યું?

  • બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર ફરી પક્ષ પલટી મારે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ દરમિયાન આરજેડી નેતા અને નાયબ મુખ્યમંત્રીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં હજુ મોટી રમત રમવાની બાકી છે

પટના, 27 જાન્યુઆરી: બિહારમાં ફરી એક વાર રાજકીય હલચલ વધી છે, તેનું કારણ મુખ્યમંત્રી નીતીશકુમાર છે. એવી અટકળો ચાલી રહી છે કે નીતીશકુમાર ફરી એકવાર પક્ષ બદલવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ફરી એકવાર મહાગઠબંધન તોડીને NDAમાં સામેલ થઈ રહ્યા છે. પટના અને દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના નેતાઓ પણ નીતીશના એનડીએમાં પ્રવેશના સંકેત આપી રહ્યા છે. જો કે આ બધી માત્ર અટકળો છે, પરંતુ આ અટકળો ટૂંક સમયમાં વાસ્તવિકતામાં ફેરવાઈ શકે છે.

આ દરમિયાન પટનામાં આરજેડીના વિધાયક દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરજેડી ધારાસભ્ય સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓએ હાજરી આપી હતી. આ મીટિંગ દરમિયાન નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું, “સીએમ નીતીશ કુમાર આદરણીય હતા અને છે. ઘણી વસ્તુઓ નીતીશ કુમારના નિયંત્રણમાં નથી. ‘મહાગઠબંધન’માં આરજેડીના સાથીઓએ હંમેશા મુખ્યમંત્રીનું સન્માન કર્યું છે.”

 

તેજસ્વી યાદવે કહ્યું કે મુખ્યમંત્રી મારી સાથે સ્ટેજ પર બેસીને પૂછતા હતા કે, “2005 પહેલા બિહારમાં શું હતું?” મેં ક્યારેય જવાબ આપ્યો નહીં. હવે વધુ લોકો અમારી સાથે છે. જે કામ બે દાયકામાં નહોતું થયું, તે કામ અમે થોડા સમયમાં કર્યું, પછી તે નોકરીઓ હોય, જાતિની વસ્તી ગણતરી હોય, અનામતમાં વધારો વગેરે હોય, ત્યાર બાદ તેમણે કહ્યું કે “બિહાર મેં ખેલ હોના અભી બાકી હૈ”

“બિહાર મેં ખેલ હોના અભી બાકી હૈ” તેજસ્વી યાદવે કેમ આવું કહેવું પડ્યું?

નીતીશકુમારના પક્ષ પલચટા વચ્ચે બિહારનો રાજકીય માહોલ ભારે ગરમાયો છે. મુખ્યમંત્રી નીતીશકુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી ઘણા સમયથી એક બીજા સાથે બોલતા જોવા મળ્યા નથી. આ સાથે નીતીશકુમાર ગઠબંધન તોડીને ફરી સરકાર રચે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. આ વચ્ચે તેજસ્વી યાદવે પટનામાં આરજેડીના વિધાયક દળની બેઠક બોલાવી હતી, ત્યારે તેઓએ કહ્યું હતું કે “બિહાર મેં ખેલ હોના અભી બાકી હૈ”.

લાલુ યાદવ નિર્ણયો લેવા માટે અધિકૃત છે – મનોજ ઝા

બેઠક બાદ રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ કહ્યું કે વિધાનસભાની બેઠક ખૂબ જ અર્થપૂર્ણ રહી. તેમણે કહ્યું કે આ બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં રાજ્ય અને રાષ્ટ્રીય મુદ્દાઓનો સમાવેશ થતો હતો. આ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ યાદવને ભવિષ્યના તમામ નિર્ણયો લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. મનોજ ઝાએ કહ્યું કે તમામ નિર્ણયો લાલુ યાદવ જ લેશે.

આ પણ વાંચો: બિહારમાં રાજકીય સંકટ: નીતિશ કુમાર આજે જ આપી શકે છે રાજીનામું !

Back to top button