ટ્રેન્ડિંગમનોરંજન

કોમેડી ડ્રામા ફિલ્મ ખીચડી 2 હવે OTT પર થશે રિલીઝ

Text To Speech

કોમેડી ડ્રામા ફિલ્મ ‘ખીચડી 2: મિશન પંથુકિસ્તાન’ થિયેટર્સ બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ખીચડી 2 ના ડિજિટલ પ્રીમિયરની જાહેરાત થઈ ચૂકી છે. ખીચડીના પહેલા પાર્ટમાં સુપ્રિયા પાઠક, રાજીવ મહેતા, અનંગ દેસાઈ, વંદના પાઠક, જેડી મજેઠિયા, કીર્તિ કુલ્હારી, અનંત વિધાત શર્મા, રેયાંશ વીર ચડ્ઢા, ફ્લોરા સૈની જેવા શાનદાર સ્ટાર્સે પોતાની ભૂમિકાઓથી લોકોને ખૂબ હસાવ્યા છે. હવે એક વાર ફરી પૂરી ટીમ દર્શકોને હસાવવા માટે તૈયાર છે. ફરાહ ખાન અને પ્રતીક ગાંધીનો ધમાકેદાર કેમિયો પણ જોવા મળવાનો છે.

ટીવીના ફેમસ શો ખીચડીએ લાંબા સમય સુધી દર્શકોને ખૂબ હસાવ્યા છે. ખીચડી 2010માં મોટા પડદે ફિલ્મ બનીને આવી હતી. ગયા વર્ષે ફિલ્મની સીકવલ ખીચડી 2 થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. એક વાર ફરી હંસા, પ્રફુલ્લ, જયશ્રી અને બાબુજીની કોમેડી જોવા મળી છે. ફિલ્મને દર્શકોએ વધાવી લીધી હતી અને ક્રિટિક્સ તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારે હવે ફિલ્મ ઓટીટી પર રીલીઝ થવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ZEE5 (@zee5)

ખીચડી 2 ઓટીટી રિલીઝ

ફિલ્મનું પ્રીમિયર 9 ફેબ્રુઆરી 2024એ ZEE5 હશે. સીક્વલમાં પારેખ પરિવાર દુનિયાને બચાવવા માટે એક મિશન પર નીકળે છે. જેમાં પ્રફુલ્લ ડબલ રોલમાં છે અને તેમને એક કાલ્પનિક દેશ પંથુકિસ્તાનના સમ્રાટ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મના લેખક અને ડાયરેક્ટર આતિશ કાપડિયા છે. જે ડી મજેઠિયા અને આતિશ કાપડિયાના હેટ્સ ઓફ પ્રોડક્શનના બેનર હેઠળ ખીચડી વર્ષ 2002માં ટીવી સીરિયલ તરીકે રિલીઝ થઈ હતી. ત્યારબાદ ઈન્સ્ટન્ટ ખીચડી નામથી સીરિયલની બીજી સીઝન 2004માં પ્રસારિત થઈ જ્યારે 2010માં આને ફિલ્મનું રૂપ મળ્યુ.

આ પણ વાંચોઃ ચંદ્ર પરથી ડૂબતી પૃથ્વી કેવી દેખાય છે? જુઓ વીડિયો…

Back to top button