ટ્રેન્ડિંગવિશેષવીડિયો સ્ટોરીસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચંદ્ર પરથી ડૂબતી પૃથ્વી કેવી દેખાય છે? જુઓ વીડિયો…

Text To Speech

જાપાન, 27 જાન્યુઆરી : આપણે પૃથ્વી પર રહીએ છીએ અને સૂર્ય અને ચંદ્ર આપણા માટે અસ્ત થાય છે અને ઉદય પામે છે. જેના કારણે પૃથ્વી પર રહેતા લોકો દિવસ અને રાત વિશે જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે, ચંદ્ર પર પણ પૃથ્વી ઉગતી અને અસ્ત થતી જોવા મળે છે. જાપાનના અવકાશયાન કાગુયાએ ચંદ્રની સપાટી પરથી એક વીડિયો રેકોર્ડ કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબજ  વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચંદ્રની સપાટી પરથી પૃથ્વી ડૂબતી જોવા મળી રહી છે.

જાપાની સ્પેસક્રાફ્ટે શેર કર્યો વીડિયો 

ડૂબતી ધરતીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે આ એક ટાઈમલેપ્સ વીડિયો છે. જેમાં તમે આકસ્મિક રીતે પૃથ્વી ડૂબતી જોઈ  શકાય છે. વીડિયોમાં ચંદ્રની સપાટી ઉંચા અને નીચા ખાડાઓથી ભરેલી જોઈ શકાય છે. જ્યાં પૃથ્વી ધીમે ધીમે ચંદ્રની સપાટી પર ફરતી જોવા મળે છે. આ પછી નીચે જતી વખતે પૃથ્વી ડૂબતી હોય તેવું દેખાય છે. આ સમય દરમિયાન, સૂર્યના કારણે, પૃથ્વીનો એક ભાગ તેજસ્વી દેખાય છે અને બીજો ભાગ કાળો દેખાય છે. આ વીડિયોને લગભગ  2 લાખ લોકોએ જોયો છે અને 2.3 હજાર લોકોએ લાઈક કર્યો છે.

આ પણ વાંચો : બર્ફીલા કમળ કઈ રીતે બને છે, જાણો શું છે તેની પાછળનું રહસ્ય…

Back to top button