ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

છત્તીસગઢ-ઓડિશા હાઇવે પર ભયંકર અકસ્માત, સાતના મૃત્યુ, જૂઓ CCTV

Text To Speech
  • કોરાપુટ જિલ્લાના બોરીગુમ્મા વિસ્તારમાં ભયંકર અકસ્માત
  • વહેલી સવારે બે બાઇક, એક ઓટોરિક્ષા અને એક  SUV અથડાયા

ઓડિશા, 27 જાન્યુઆરી: દેશના વિવિધ ભાગોમાં શિયાળાના કારણે અનેક જગ્યાએ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે 26 જાન્યુઆરીની વહેલી સવારે છત્તીસગઢ-ઓડિશા હાઇવે પર પણ ધુમ્મસના કારણે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતીના પ્રમાણે કોરાપુટ જિલ્લાના બોરીગુમ્મા વિસ્તારમાં બે બાઇક, એક ઓટોરિક્ષા અને એક SUV વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાત લોકોના મૃત્યુ થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

ભયંકર અકસ્માતનો જૂઓ CCTV

CCTVમાં તમે જોઈ શકો છો કે કેટલો ભયંકર અકસ્માત થયો છે. એક બાઇક સવાર અને SUV કારની ઉતાવળે સાત લોકોના જીવ લીધા છે. વાસ્તવમાં, બાઇક સવાર અને SUV કાર ચાલક બંનેની ઉતાવળે અકસ્માત સર્જાયો હોય તેવુ લાગી રહ્યું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બાઈક સવાર બાઈક ઝડપી ચલાવતી વખતે ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે સામેથી આવી રહેલી એસયુવીએ તેને જોરથી ટક્કર મારે છે, ટક્કરને કારણે બાઇક સવાર કેટલાય મીટર દૂર જઈ પડ્યો હતો, ત્યારે બીજી તરફ એસયુવીએ સામે જઈ રહેલી એક ઓટોરિક્ષા અને સામેથી આવી રહેલા બાઇક સવારને પણ ટક્કર મારે છે, જેના કારણે ઓટો પલટી મારી જાય છે અને બાઈક સવાર પણ દુર ફેકાય છેે જેનું ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે અને ઓટોરિક્ષામાં સવાર પણ અનેક ઘાયલ થાય છે. ગંભીર રીતે ઘાયલ થયેલા તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માર્ગ અકસ્માતમાં સાત જેટલા લોકો મૃત્યુ પામ્યા છે.

3 લાખ રૂપિયાની સહાયની જાહેરાત

ઓડિશાના મુખ્યમંત્રીએ 26 જાન્યુઆરીના વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયના એક નિવેદન અનુસાર, CM પટનાયકે પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. ઘાયલોની યોગ્ય તબીબી સારવાર માટે સૂચના આપી છે.

આ પણ વાંચો: “દારુ પીધા પછી મને ફોન ન કરશો”: ધારાસભ્યે આવું જાહેરમાં કોને કહેવું પડ્યું?

Back to top button